For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેક રિપબ્લિક: ખોરાક સૂંધીને આરામથી ઓર્ડર આપે છે ડોગી

|
Google Oneindia Gujarati News

પ્રાગ, ચેક રિપબ્લિક, 21 જૂન : પશ્ચિમના દેશોમાં ડોગ એટલે કે કૂતરાંપ્રેમીઓ મોટી સંખ્યામાં હોય છે. ત્યાં ડોગી માટે સ્પેશ્યલ સ્ટોર્સ, ડૉક્ટર્સ, સ્પાથી લઇને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપવામાં આવે છે. જો કે આ બાબતમાં ચેક રિપબ્લિક બે ડગલાં આગળ નીકળી ગયું છે. ચેક રિપબ્લિકમાં એક એવી રેસ્ટોરાં ખુલી છે જે ખાસ ડોગીઓ માટે છે. અહીં ડોગીના માલિક નહીં પણ ડોગી જ પોતાનો ઓર્ડર આપે છે. નવાઇની વાત એ છે કે ડોગી મેનૂકાર્ડ પર પગ મૂકીને નહીં પણ ખોરાકની સુગંધ લીધા પછી ઓર્ડર આપે છે.

આ રેસ્ટોરેન્ટ ફોર ડોગીનું નામ 'પેસ્ટોરેસ' છે. અહીં પાળતું કૂતરાંઓ માટે ડાઇનિંગ ટેબલ પણ ભોજન પીરસવામાં આવે છે. ચેક ભાષામાં 'પેસ'નો અર્થ થાય છે કૂતરો અને 'રેસ્ટોરેસ'નો અર્થ થાય છે રેસ્ટોરન્ટ. દુનિયાભરમાં ડોગી માટે ખુલી રહેલાં રેસ્ટોરન્ટમાં આ સૌથી નવીન છે.

કેવી રીતે અપાય છે ઓર્ડર

કેવી રીતે અપાય છે ઓર્ડર

'પેસ્ટોરેસ'માં એક વેઇટર ખાસ મેનૂ લઇને આવે છે. આ મેનૂ પર રેસ્ટોરાંમાં ઉપલબ્ધ તમામ પ્રકારના વ્યંજનોનો સેમ્પલ લગાવવામાં આવેલા હોય છે. આ સેમ્પલ રેસ્ટોરન્ટમાં જમાવા માટે આવેલા ડોગીને સૂંઘાડવામાં આવે છે. ડોગી જે પંસદ કરે તે પીરસવામાં આવે છે.

વેઇટરને કેવી રીતે ઓર્ડરનો ખ્યાલ આવે છે

વેઇટરને કેવી રીતે ઓર્ડરનો ખ્યાલ આવે છે

આમ તો ડોગી વારાફરથી બધા જ સેમ્પલ સૂંધે છે. તો પછી વેઇટરને કેવી રીતે ખબર પડશે કે ડોગીને સૌથી વઘારે શું પસંદ પડ્યું છે? આ માટે વેઇટર ધ્યાન રાખે છે કે ડોગી કયા સેમ્પલને સૂંધ્યા બાદ ચાટે છે અને પોતાની પૂંછડી હલાવે છે. ડોગીને જે સેમ્પલ પસંદ આવે છે તે માટે તે આવું કરે છે. આમ તેનો ઓર્ડર લેવાય છે.

કેવી રીતે પીરસાય છે?

કેવી રીતે પીરસાય છે?

ડોગી ઓર્ડર આપી દે અને તેનું વ્યંજન તૈયાર થઇ જાય એટલે મનપસંદ ભોજનને લાવીને એક ઓછી ઊંચાઇવાળા ટેબલ પર પાણીના એક વાટકા સાથે પીરસવામાં આવે છે. આ સાથે કાળા ટેબલની આસ પાસ ગ્રીન રંગની મુલાયમ કુશન બેઠક પણ બનાવવામાં આવી છે. મુખ્ય મહેમાન સાથે આવનારી વ્યક્તિઓ માટે પણ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય દેશોમાં ક્યાં કેવી સર્વિસ?

અન્ય દેશોમાં ક્યાં કેવી સર્વિસ?

વર્તમાનમાં તો અમેરિકામાં 'ડોગી હેપ્પી અવર' અને જર્મનીમાં કુતરાં અને બિલાડીઓ માટે 'બ્રિક એન્ડ મોર્ટાર' ઉપરાંત ભારતમાં પણ કુતરાંઓ માટે ભોજન ડિલિવરી કરતી એક ડીલક્સ સર્વિસ શરૂ થઇ છે. આ બધામાં 'પેસ્ટોરેસ' સૌથી અલગ છે. આ માટે જ 'પેસ્ટોરેસ' ગ્રાહકો કરતા વિઝિટર્સની સંખ્યા વધારે હોય છે.

English summary
In Czech Republic dog restaurants, Dogs places order after smelling food.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X