તમારી ઇંતેજારીનો આવ્યો અંત, નોકિયાએ લોંચ કર્યા 3 એન્ડ્રોઇડ ફોન

Posted By:
Subscribe to Oneindia News

નોકિયાએ આખરે આજે બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2014 દરમિયાન પોતના નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. નોકિયા એક્સ, નોકિયા એક્સ પ્લસ અને એક્સએલ ત્રણે સ્માર્ટ ફોનમાં 3જી સપોર્ટ આપવામાં આવ્યું છે.

તેમાંથી નોકિયા એક્સ અને એક્સ પ્લસ ડ્યુઅલ સિમ ફોન છે જેમાં 4 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, સાથે સાથે 1 ગીગાહર્ટનો ડ્યુઅલ કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન એસ 4 પ્રોસેસર અને 4 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે. આના માટે ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે.

 

જ્યારે નોકિયા એક્સમાં 512 એમબીની રેમ અને નોકિયા એક્સ પ્લસમાં 768 એમબીની રેમ આપવામાં આવી છે. નોકિયાના એક્સ એલ સ્માર્ટફોનમાં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 480x800 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. એક્સ એલમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવેલો છે, સાથે સાથે 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપેલો છે. એક્સ એલમાં 2000 એમએએસ બેટરી લાગેલી છે.

નોકિયા એક્સ
  

નોકિયા એક્સ

નોકિયા એક્સમાં 4 ઇંચની ડબ્લ્યૂવીજીએ સ્ક્રીન આપવામાં આવી છે. જે 800x480 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. નોકિયા એક્સમાં 512 એમબીની રેમ આપવામાં આવી છે. 4 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે. એક્સમાં 5 મેગાપિક્સલનો કેમેરો અને 15,000 એમએેએચની બેટરી આપવામાં આવી છે.

નોકિયા એક્સ પ્લસ
  

નોકિયા એક્સ પ્લસ

નોકિયા એક્સ પ્લસમાં પણ એક્સની જેમ તમામ ફીચર આપવામાં આવ્યા છે. પરંતુ તેમાં 32 જીબી સુધી મેમરી એક્સપેન્ડ કરી શકાય છે. સાથે સાથે 1500 એમએએચ બેટરી લાગેલી છે.

નોકિયા એક્સ એલ
  
 

નોકિયા એક્સ એલ

નોકિયાના એક્સ એલ સ્માર્ટફોનમાં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 480x800 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. એક્સ એલમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવેલો છે, સાથે સાથે 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપેલો છે. એક્સ એલમાં 2000 એમએએસ બેટરી લાગેલી છે. એક્સ એલમાં 768 એમબીની રેમ આપવામાં આવેલી છે.

નોકિયા એન્ડ્રોઇડ ફોન
  

નોકિયા એન્ડ્રોઇડ ફોન

નોકિયાના ત્રણ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનો ઓપન સોર્સ એઓએસપી વર્ઝન આપવામાં આવ્યું છે જેમાં ગૂગલ પ્લેથી કોઇ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાતી નથી પરંતુ યુઝર બહારથી કોઇ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત નોકિયા કેટલાંક પસંદગીના દેશોમાં 1 મહિના માટે ફ્રી સ્કાઇપ એક્સેસ પણ આપી રહ્યું છે. યુઝર 1 જીબી વન ડ્રાઇવ પણ ફ્રી પ્રયોગ કરી શકે છે.

English summary
Nokia X, Nokia X+ and Nokia XL dual-SIM Android-based smartphones launched.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.