For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના અને તેની બહેન સામે બાંદ્રા કોર્ટે FIR નોંધવાનો આપ્યો આદેશ, તણાવ વધારવાનો આરોપ

મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત અને તેની બહેન સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત અને તેની બહેન સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. તેમના પર કથિત રીતે પોતાના ટ્વિટ અને ઈન્ટરવ્યુ દ્વારા સાંપ્રદાયિક તણાવ વધારવાનો આરોપ છે. ફરિયાદકર્તાએ કંગના પર પોતાના ટ્વિટ્સ અને ઈન્ટરવ્યુના માધ્યમથી હિંદુ અને મુસલમાન કલાકારો વચ્ચે સામાજિક અંતર બનાવવાનો આરોપ લગાવ્યો છે.

kangana

આ પહેલા આ સપ્તાહની શરૂઆતમાં કંગના પર કર્ણાટકમાં પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેના પર ખેડૂતોનુ અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કંગના સામે ભારતીય દંડ સંહિતા(આઈપીસી)ની કલમ 108, 153એ અને 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કર્ણાટકની તુમકુર કોર્ટે ખેડૂતો પર ટ્વિટ માટે કંગના રનોત સામે ફરિયાદ નોંધવાનો આદેશ સ્થાનિક ક્યાથાસાંદ્રા પોલિસ સ્ટેશનને આપ્યો હતો.

કંગનાએ 21 ડિસેમ્બરે ટ્વિટ કર્યુ હતુ, 'જે લોકોને સીએએ વિશે ખોટી માહિતી અને અફવા ફેલાવી, જેનાથી હુલ્લડ થયા હતા, તે એ જ લોકો છે, જે હવે ખેડૂત બિલો વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને દેશમાં આતંક પેદા કરી રહ્યા છે, તે આતંકવાદી છે.' વકીલ એલ રમેશ નાઈક તરફથી કરવામાં આવેલ ફરિયાદના આધારે કોર્ટે ક્યાથાસાંદ્રા પોલિસ ઈન્સ્પેક્ટરને કંગના સામે એફઆઈઆર નોંધવા માટે કહ્યુ હતુ.

કોર્ટનુ કહેવુ હતુ કે ફરિયાદકર્તાએ સીઆરપીસીની કલમ 155(3) હેઠલ ફોર્મ ભરીને તપાસની માંગ કરી છે. પોલિસે મંગળવારે જણાવ્યુ હતુ કે એક સ્થાનિક અદાલતના વર્તમાન આદેશના આધારે સોમવારે તુમકુર જિલ્લામાં પોલિસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કંગના રનોત સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને સામાજિક તેમજ રાજકીય મુદ્દાઓ પર ઘણીવાર ટ્વિટ કરે છે.

પ્રિયા પ્રકાશના હૉટ ફોટોશૂટથી સનસની, ટ્રોલર્સે કહ્યુ અશ્લીલપ્રિયા પ્રકાશના હૉટ ફોટોશૂટથી સનસની, ટ્રોલર્સે કહ્યુ અશ્લીલ

English summary
Bandra Court ordered FIR against kangana ranaut and her sister rangoli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X