તલવાર યુદ્ધનું શૂટિંગ કરતાં કંગનાને થઇ ઇજા, હોસ્પિટલમાં દાખલ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની ક્વીન કંગના રાણાવત તેની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ છે. તે ફિલ્મમાં એક તલવાર યુદ્ધનો સિન શૂટ કરી રહી હતી, જે દરમિયાન તેને માથા પર ઇજા પહોંચી છે. નોંધનીય છે કે, રાણી લક્ષ્મીબાઇની બાયોપિક ફિલ્મમાં કંગના લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ તેને ઇજા થઇ હતી, આથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

કપાળ પર થઇ ઇજા

કપાળ પર થઇ ઇજા

આ અંગે જાણકારી આપતાં એક યુનિટ મેમ્બરે જણાવ્યું હતું કે, 'કંગનાને તાત્કિલક નજીકની એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને પહેલાં તો આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવી. તેને નાકથી ઉપર બરાબર બે આંખો વચ્ચે ઘા વાગ્યો છે અને 15 ટાંકા આવ્યા છે.'

લગભગ અડવાડિયા માટે રહેશે હોસ્પિટલમાં

લગભગ અડવાડિયા માટે રહેશે હોસ્પિટલમાં

'તેને લગભગ અઠવાડિયા માટે હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. ડોક્ટરો અનુસાર, જો ઘા વધુ ઊંડો હોત તો મુસબીત થાત, કારણ કે આ ઘા નાકના હાડકાની એકદમ નજીક વાગ્યો છે.'

તલવાર યુદ્ધના સિન દરમિયાન થઇ ઇજા

તલવાર યુદ્ધના સિન દરમિયાન થઇ ઇજા

કંગનાની આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઇ પર આધારિત છે, જેમાં તલવાર યુદ્ધનો એક સિન હતો. આ સિનના શૂટિંગ દરમિયાન એક ભૂલ થતાં કંગનાને આ ગંભીર ઇજા થઇ હતી. સેટ પર જ કંગનાને ખૂબ લોહી નીકળવા માંડ્યુ હતું. આથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ સિન હતો અતિ મહત્વપૂર્ણ

આ સિન હતો અતિ મહત્વપૂર્ણ

કંગનાની આ ફિલ્મમાં તલવાર-યુદ્ધનો સિન અત્યંત મહત્વપૂર્ણ છે. પરંતુ હાલ કંગનાની ઇજાને કારણે શૂટિંગ મોકુફ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ માટે કંગનાએ ખાસ તલવાર-યુદ્ધની ટ્રેનિંગ પણ લીધી હતી અને પ્રેક્ટિસ પણ કરી હતી. સાથે જ તે હોર્સ રાઇડિંગની ટ્રેનિંગ પણ લઇ રહી છે.

મણિકર્ણિકા - ધ ક્વીન ઓફ ઝાંસી

મણિકર્ણિકા - ધ ક્વીન ઓફ ઝાંસી

કંગના હૈદ્રાબાદમાં 'મણિકર્ણિકા - ધ ક્વીન ઓફ ઝાંસી' ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. રાણી લક્ષ્મીબાઇ પર આધારિત આ ફિલ્મ માટે કંગના ખૂબ ઉત્સાહિત છે. આ ઇજા છતાં પણ ફિલ્મ અંગનો તેનો ઉત્સાહ ઓછો થયો નથી. આશા રાખીએ કે, કંગના જલ્દી સાજી થઇ શૂટિંગ પર પાછી ફરે.

English summary
Kangana Ranaut gets a deep cut on her forehead as the sword-fighting scene goes terribly wrong and is now hospitalised with 15 stitches.
Please Wait while comments are loading...