સલમાન ખાનની હિરોઇનનો બોલ્ડ અંદાજ, લોકો જોતા રહી ગયા...

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટ્યૂબલાઇટ'ની ચીની એક્ટ્રેસ જ્હૂ જ્હૂ આજ-કાલ ખૂબ ચર્ચામાં છે. સલમાન સાથે ફિલ્મ રિલીઝ થનાર હોય અને એક્ટ્રેસ ચર્ચામાં ન આવે, એવું તો બને જ કેમ! 'ટ્યૂબલાઇટ'માં સલમાન આ ચીની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા નજરે પડશે. આથી આ એક્ટ્રેસને લગતી વાતો અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

બિકિનીમાં જ્હૂ જ્હૂ

બિકિનીમાં જ્હૂ જ્હૂ

હાલ જ્હૂ જ્હૂની આ તસવીર સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઇ રહી છે. બિકિનીમાં જ્હૂ જ્હૂ ખૂબ હોટ અને સુંદર લાગી રહી છે. 'ટ્યૂબલાઇટ' ફિલ્મ બાદ બોલિવૂડમાં પણ તેના ચાહકો વધશે, એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. સલમાન ખાન તો પહેલેથી જ આ એક્ટ્રેસના ચાહક છે.

સલમાન પણ છે ચાહક!

સલમાન પણ છે ચાહક!

જી હા, સલમાન ખાન પણ નવી એક્ટ્રેસના ચાહક બની ગયા છે. શૂટિંગ દરમિયાન અને શૂટિંગ બાદ પણ તે જ્હૂ જ્હૂનું ખૂબ ધ્યાન રાખી રહ્યાં છે અને સતત તેના સંપર્કમાં છે. 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે જ્હૂ જ્હૂ ભારત આવવાની હોવાની વાતો પણ છે.

સલમાનની સ્પેશિયલ ગિફ્ટ

સલમાનની સ્પેશિયલ ગિફ્ટ

સલમાન ખાન આમ પણ એક્ટ્રેસિસના મામલે નરમ થોડા નરમ છે. એકવાર સલમાન કોઇનું ધ્યાન રાખવા માંડે પછી એ વ્યક્તિએ કોઇ વાતની ચિંતા કરવાની જરૂર હોતી નથી. શૂટિંગ દરમિયાન સલમાન અને 'ટ્યૂબલાઇટ'ની આખી ટીમે જ્હૂ જ્હૂનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. શૂટિંગ પત્યા બાદ સલમાને તેને એક સુંદર Puppy ગિફ્ટ આપ્યું હતું.

કબીર ખાન પણ છે ઇમ્પ્રેસ

કબીર ખાન પણ છે ઇમ્પ્રેસ

'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન દરમિયાન જ્યારે પણ જ્હૂ જ્હૂની વાત નીકળે, કબીર ખાન તેના ખૂબ વખાણ કરે છે. કબીર ખાને કહ્યું હતું કે, જ્હૂ જ્હૂ ખૂબ સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તે ફિલ્મની જાન છે. પોતાના કેરેક્ટરમાં ડેપ્થ લાવવામાં તે સફળ રહી છે.

બોલિવૂડને કરી શકશે ઇમ્પ્રેસ?

બોલિવૂડને કરી શકશે ઇમ્પ્રેસ?

હવે જોવાનું એ રહે છે કે, શું જ્હૂ જ્હૂ બોલિવૂડ દર્શકોને ઇમ્પ્રેસ કરી શકશે? કબીર ખાન અને ફિલ્મની આખી ટીમ જ્હૂ જ્હૂના બોલિવૂડ ડેબ્યૂ માટે ખૂબ ઉત્સાહિત છે. હવે મોટા પડદે પોતાની એક્ટિંગ થકી તે લોકોને ઇમ્પ્રેસ કરી શકે છે કેમ, એ સવાલ છે. આ માટે ફિલ્મ રિલીઝ થવાની રાહ જોવી પડશે.

ઇન્ટરનેશનલ સ્ટાર છે જ્હૂ જ્હૂ

ઇન્ટરનેશનલ સ્ટાર છે જ્હૂ જ્હૂ

જ્હૂ જ્હૂ સુપરહિટ ચીની એક્ટ્રેસ અને સિંગર છે. તે એક ઇન્ટરનેશનલ ફેસ છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે Mtvથી વીજે તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વીજે તરીકે સફળ થયા બાદ તેને ફિલ્મોની ઓફર મળવા લાગી. તેણે What women want, Shanghai calling, Last Flight જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

English summary
Salman Khans Tubelight co-star Zhu Zhu bikini pic is going viral on social media.
Please Wait while comments are loading...