For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિક્રમ ગોખલે પહેલા નથી, આ બોલિવૂડ સ્ટારના મોતની અફવા પણ ઉડી ચુકી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થયા હતા કે બોલિવૂડ અભિનેતા વિક્રમ ગોખલેનું અવસાન થયુ છે. જો કે તેમના પરિવારજનોએ આ મામલે રદિયો આપ્યો હતો અને જીવીત હોવાનું જણાવ્યુ હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

હાલમાં જ સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થયા હતા કે બોલિવૂડ અભિનેતા વિક્રમ ગોખલેનું અવસાન થયુ છે. જો કે તેમના પરિવારજનોએ આ મામલે રદિયો આપ્યો હતો અને જીવીત હોવાનું જણાવ્યુ હતું. જો કે આ પહેલી વખત નથી, જ્યારે કોઈ સ્ટારના મોતની ખોટી ખબર આવી હોય. આ પહેલા ઘણા બોલિવૂડ સ્ટારના મોતની અફવા ઉડી ચુકી છે. આ લિસ્ટમાં બોલિવૂડના સુપર સ્ટારના નામ પણ સામેલ છે.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાના મૃત્યુના ખોટા સમાચાર પણ વાયરલ થયા હતા. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું. જો કે આ સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું હતું.

મીનાક્ષી શેષાદ્રી

મીનાક્ષી શેષાદ્રી

અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીના મૃત્યુના ખોટા સમાચાર પણ વાયરલ થયા હતા. મીનાક્ષીએ પોતે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

આ વર્ષે જ ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર વાયરલ થયા હતા. એક ફેસબુક પેજ પર ધર્મેન્દ્રના મોતના સમાચાર પોસ્ટ કરાયા હતા. સમચાર બાદ સની દેઓલે આ સમાચાર ખોટા ગણાવ્યા હતા.

રજનીકાંત

રજનીકાંત

2012માં રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વખતે સમાચાર આવ્યા કે તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જો કે પછી આ સમાચાર ખોટા સમાચાર સાહિત થયા હતા.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતને લઈને સમાચાર વાયરલ થયા હતા કે હાર્ટ એટેકથી તેનું થયું છે. જો કે ત્યારબાદ અભિનેત્રીએ પોતે જ સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર ખોટા છે અને તે એકદમ સ્વસ્થ છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

આ યાદીમાં કેટરિના કૈફનું નામ પણ સામેલ છે. 2013 કેટરિનાના મોતના સમાચાર આવ્યા હતા. જોકે આ સમાચાર ખોટા હતા.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનના મૃત્યુના સમાચાર પણ ફેલાઈ ચુક્યા છે. એક લખત અહેવાલ પ્રશારિત થયા હતા કે, શાહરૂખ ખાનનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. જોકે, બાદમાં આ સમાચાર ખોટા નીકળ્યા હતા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનના મોતની પણ ખોટી ખબર ફેલાઈ ચુકી છે. 2012માં સમાચાર આવ્યા હતા કે અમિતાભ બચ્ચનનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ સમાચાર પાછળથી ખોટા સાબિત થયા હતા.

વિક્રમ ગોખલે

વિક્રમ ગોખલે

વિક્રમ ગોખલેના મોતની ખબર આજકાલમાં સોશિયલ મીડિયામાં ફેલાઈ છે. વિક્રમ ગોખલે કોમા છે અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર મૃત્યુના સમાચાર વાયરલ થતા શોકનું મોજુ ફરી વળ્યું હતું. જે બાદ પરિવારજનોએ આ વાતને રદિયો આપ્યો હતો.

English summary
There have been false rumors of the death of this Bollywood star.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X