16 મેના રોજ થશે આ શોની ગ્રાન્ડ એન્ટ્રી! ક્રેડિટ જશે મોનિષાને

Written By:
Subscribe to Oneindia News

લોકપ્રિય કોમેડી શો સારાભાઇ વિ. સારાભાઇ માટે હવે દર્શકોએ વધુ રાહ જોવાની જરૂર નથી. તમારો આ ફેવરિટ શો જલ્દી જ ફરી શરૂ થવા જઇ રહ્યો છે. રિપોટ્સ અનુસાર સારાભાઇ વિ. સારાભાઇ સિઝન 2નો પહેલો એપિસોડ 16 મેના રોજ ઓન એર થઇ શકે છે.

જો કે, આ વખતે સારાભાઇ વિ. સારાભાઇ ટીવી સિરિયલ તરીકે નહીં, પરંતુ વેબ સિરિઝ તરીકે રજૂ કરવામાં આવશે. રિપોર્ટસમાં આ શોની રિલીઝ ડેટ 16 મે, 2017 કહેવામાં આવી રહી છે, પરંતુ મેકર્સે હજુ આ અંગે કોઇ ખુલાસો નથી કર્યો.

પ્રોડ્યૂસરે આપી લીલી ઝંડી

પ્રોડ્યૂસરે આપી લીલી ઝંડી

વેબ સિરિઝની તારીખ અંગે જ્યારે શોના પ્રોડ્યૂસર જે.ડી.મજેઠિયાને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હજુ સુધી મને આ મામલે કન્ફર્મેશન નથી મળ્યું, પરંતુ બની શકે કે શો આ જ દિવસે રિલિઝ કરવામાં આવે. આથી જ સૌને આશા છે કે સારાભાઇ વિ. સારાભાઇ સિઝન 2 તા.16મી મેથી ઓન એર થઇ શકે છે.

હિટ કોમેડી શો

હિટ કોમેડી શો

સારાભાઇ વિ. સારાભાઇ કોમેડી શો ખૂબ પોપ્યૂલર થયો હતો. વર્ષ 2004માં સ્ટાર પ્લસ ચેનલ પર આ શો ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્ટાર વન પર પણ આ શો રિ-રન કરવામાં આવ્યો હતો. વર્ષ 2004થી 2006 દરમિયાન આ શો ટેલિવિઝન પર ખાસો હિટ સાબિત થયો હતો. સિરિયલના રિ-રન દરમિયાન તેને ખરી પોપ્યૂલારિટી મળી હતી.

દર્શકોની ડિમાન્ડ

દર્શકોની ડિમાન્ડ

સારાભાઇ વિ. સારાભાઇની પ્રથમ સિરિઝના 70મા અને છેલ્લા એપિસોડમાં શોના કેરેક્ટર્સે પ્રોમિસ કર્યું હતું કે શોની બીજી સિરિઝ જલ્દી જ જોવા મળશે. પરંતુ એવું થઇ શક્યું નહીં. શો બંધ થયાના 10 વર્ષ બાદ આ શો પરત ફરી રહ્યો છે એની પાછળનું સૌથી મોટું કારણ છે દર્શકોની ડિમાન્ડ. છેલ્લા 10 વર્ષથી મોટી સંખ્યામાં દર્શકો આ શોની બીજી સિઝનની ડિમાન્ડ કરી રહ્યાં છે.

દેવેન ભોજાણીએ કહી હતી ના

દેવેન ભોજાણીએ કહી હતી ના

પ્રથમ સિરિઝમાં સારાભાઇ વિ. સારાભાઇના છેલ્લા એપિસોડમાં આ શોની બીજી સિઝનનું પ્રોમિસ કરવામાં આવ્યું હતું, આથી ઘણા લોકો સિઝન 2ની રાહ જોતા હતા. એવામાં વર્ષ 2012માં શોના ડાયરેક્ટર અને સારાભાઇમાં દુષ્યંત પેઇન્ટરનું પાત્ર ભજવતા દેવેન ભોજાણીએ આની સ્પષ્ટ મનાઇ ફરમાવી હતી. સારાભાઇ વિ. સારાભાઇની સિઝન 2ની વાત તેમણે સ્પષ્ટપણે નકારી હતી. આ કારણે દર્શકો ખૂબ નિરાશ થયા હતા.

જૂન 2016માં રિ-યુનિયન

જૂન 2016માં રિ-યુનિયન

ગત વર્ષે જૂન માસમાં સારાભાઇ વિ. સારાભાઇ સમગ્ર સ્ટારકાસ્ટ ભેગી થઇ અને તેમણે સિઝન 2 અંગે ચર્ચા કરી. 2012માં દેવેન ભોજાણીના નિવેદન બાદ દર્શકોમાં આ શોની વાપસી માટેની ડિમાન્ડ વધી ગઇ હતી. આથી શોના પ્રોડ્યૂસર જમનાદાસ મજેઠિયાએ પ્રોમિસ કર્યું કે ટૂંક સમયમાં જ સારાભાઇના ફેન્સને ગૂડ ન્યૂઝ સાંભળવા મળશે. ત્યાર બાદ 2017ની શરૂઆતમાં સારાભાઇની સિઝન 2ના પાકા સમાચાર સાંભળવા મળ્યાં હતા.

મોનિષાને કારણે શક્ય બની સિઝન 2

મોનિષાને કારણે શક્ય બની સિઝન 2

સાહિલનું પાત્ર ભજવનાર એક્ટર સુમીત રાઘવને આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ખરેખર તો આ સિઝન 2નું ક્રેડિટ રૂપાલીને જાય છે. શો પૂરો થયાં બાદ અમે આખી ટીમ ભાગ્યે જ મળી શકતાં, એમાં વોટ્સએપ આવતાં રૂપાલીએ વોટ્સએપ પર સારાભાઇ વિ. સારાભાઇનું ગ્રૂપ બનાવી સૌને એમાં એડ કર્યા. આ રીતે અમારી ટીમનું રિ-યુનિયન ફાઇનલ થયું અન આખરે સિઝન 2ની વાત પણ પાકી થઇ. એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ શોમાં મોનિષાનું પાત્ર ભજવી રહી છે.

અહીં વાંચો

અહીં વાંચો

FilmReview:આખરે ખબર પડી જ ગઇ, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

ફિલ્મ બાહુબલી 2 ધ કનક્લૂઝન રિલીઝ થઇ ચૂકી છે અને બે વર્ષથી સૌના મનમાં ભમી રહેલ સવાલનો જવાબ અમને મળી ગયો છે. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? વાંચો અહીં..

English summary
Reports suggests that Sarabhai Vs Sarabhai season will go on air from 16th May, 2017.
Please Wait while comments are loading...