ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

Read Also: Video: જ્યારે બાળકની ચીસોએ, 4 કલાક પહેલા મરેલી માંને જીવતી કરી

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગ્રામ પંચાયતની ચૂંટણી 27 ડિસેમ્બરે: ચૂંટણી પંચની જાહેરાત

ગ્રામ પંચાયતની ચૂંટણી 27 ડિસેમ્બરે: ચૂંટણી પંચની જાહેરાત

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેરાત કરી દીધી છે. તે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 27મી ડિસેમ્બરે મતદાન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 194 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આગામી તારીખ 5મીએ ચૂંટણીની નોટિસ જાહેર કરવામાં આવશે ત્યારથી તા.10મી ડિસેમ્બર સુધી સરપંચ અને સભ્યપદ્દ માટેની ઉમેદવારી રજૂ કરી શકાશે અને તા. 12મી ડિસેમ્બરે ફોર્મની, 14મી ડિસેમ્બર ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ નિયત કરાઇ છે. 7 ડિસેમ્બરે ચૂંટણી અને 29મીએ મતગણના કરી પરિણામ જાહેર કરવામાં આવશે, ગાંધીનગર જિલ્લામાં 303 ગ્રામ પંચાયત પૈકીની 194 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેમાં ગાંધીનગર તાલુકામાં 69, કલોલમાં 14, માણસામાં 25 અને દહેગામ તાલુકામાં 86 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે.

પોલીસે ઝડપેલા બલિ ડાંગરે કહ્યું આનંદી બહેને મને ફસાવ્યો

પોલીસે ઝડપેલા બલિ ડાંગરે કહ્યું આનંદી બહેને મને ફસાવ્યો

ગઈ કાલે રાજકોટના કુખ્યાત માફિયા બલિ ડાંગરને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે તેને મીડિયા માધ્યમો સમક્ષ દાવો રજૂ કર્યો હતો કે મને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેને ફસાવ્યો છે. સાથે તેણે આ ફસાણમી માટે ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર મોહન ઝાનો પણ મહત્વનો ફાળો છે. તેવી બૂમો પાડી હતી.

વડોદરામાં યુવતી બની

વડોદરામાં યુવતી બની "કુંવારી માતા" પ્રેમી ફરાર

વડોદરામાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામા રહેતી 23 વર્ષીય પીડિતાએ સયાજીરાવ હોસ્પિટલમાં બાળકીને જમન્મ આપ્યો હતો.આ યુવતી કુંવારી માતા બની હતી અને તે ગર્ભવતી હોવાનું જાણ્યા પછી તેનો મકરાણા ગામમાં રહેતો પ્રેમી ઇનેશ છગનભાઇ વસાવા નાસી ગયો હતો. પીડિતાએ જણાવ્યુ હતું કે અમારો બે વર્ષથી પ્રેમ સબંધ હતો. અમે લગ્ન કરવાન હતા. તે વિશ્વાસથી મેં મારું સર્વસ્વ ઇનેશને સોંપી દીધું. પરંતુ મારા ગર્ભવતી હોવાની વાત જણતા તેને મારી સાથે સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. અને મને સાત મહિના થઈ ગયા હતા તેમ છતાં ઇનેશે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ અંબાજીમાં દર્શન કરી સ્વાઇપ મશીન દ્વારા કર્યું દાન

મુખ્યમંત્રી રૂપાણીએ અંબાજીમાં દર્શન કરી સ્વાઇપ મશીન દ્વારા કર્યું દાન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને સ્વાઇપ મશીન દ્વારા કેશ લેશ દાનની શરૂઆત કરી હતી. અને આ રીતે તેમણે રૂપિયા 31000/- નું દાન, કેશ લેશ કર્યું હતું. ઉલ્લેખનયી છે કે મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વાર અંબાજીના દર્શને આવ્યા હતા અને તેમને મંગલા આરતીનો લાભ લીધો હતો. જે બાદ પૂજા પણ કરી હતી. તેમજ માતાજી મંદિરના શિખરે ધજા ચઢાવી હતી.

English summary
Read here, 29th November 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...