For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ વેન્ટીલેટરની રાહ જોવામાં કોરોના દર્દીનુ મોત થતા હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

વેન્ટીલેટરના અભાવે દર્દીનુ મોત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને રાજસ્થાન હોસ્પિલને નોટિસ ફટકારી છે.

|
Google Oneindia Gujarati News

વેન્ટીલેટરના અભાવે દર્દીનુ મોત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને રાજસ્થાન હોસ્પિલને નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે ખાનપુરની લાઈફકેર હોસ્પિટલમાંથી હરીશ કડિયા નામના દર્દીને રાજસ્થાન હોસ્પિટલમાં એટલા માટે શિફ્ટ કરવામાં આવ્યા હતા કારણકે તેમને વેન્ટીલેટરની જરૂર હતી અને રાજસ્થાન હોસ્પિટલમાં વેન્ટીલેટર પૂરતા પ્રમાણમાં છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા એડવાન્સમાં કહેવામાં આવ્યુ હતુ.

coronavirus

નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે લગભગ 20 મિનિટ સુધી ગેટ પણ ખોલવામાં આવ્યો નહોતો. નોટિસમાં ઉમેરવામાં આવ્યુ છે કે ઘણી બધી માથાકૂટ બાદ જ્યારે ગેટ ખોલવામાં આવ્યો ત્યારે 10-15 મિનિટ પછી સ્ટાફ સ્ટ્રેચર લાવ્યા. ઝોનલ ડેપ્યુટી કમિશ્નરને આપેલ રિપોર્ટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમજ આના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં આ પ્રકારની ત્રીજી નોટિસ હોસ્પિટલને મોકલવામાં આવી છે. આ પહેલા એએમસીએ પાલડીની બૉડીલાઈન હોસ્પિટલ અને પાંજરાપોળની અર્થમ હોસ્પિટલને 5 લાખનો દંડ ફટકાર્યો હતો.

રાજસ્થાન હોસ્પિટલના કેસમાં એએમસની નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે 18 જૂને હોસ્પિટલ દ્વારા ગંભીર ફરજચૂક થઈ છે જેના કારણે કોવિડ-19 દર્દી હરીશ કડિયાનુ મોત થયુ છે. મોતનુ કારણ જાણવા માટે એએમસીએ સિવિક બૉડીના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર ડૉ. મનીષ કુમાર દ્વારા અપાયેલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા.

રાહુલ ગાંધીએ સેટેલાઈટ ઈમેજનો હવાલો આપી કહ્યુ - ચીને પેંગોંગ ઝીલ પાસે કર્યો કબ્જોરાહુલ ગાંધીએ સેટેલાઈટ ઈમેજનો હવાલો આપી કહ્યુ - ચીને પેંગોંગ ઝીલ પાસે કર્યો કબ્જો

English summary
Ahmedabad: hospital get noticed after a patient died waiting for ventilator
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X