ભરૂચની નદીમાં મહિલાને મગર ખેંચી ગયો, મહિલાનું મોત

Subscribe to Oneindia News

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ પાસે નર્મદા નદી કાંઠે મહીલાને મગર નદીમાં ખેંચી ગયો હોવાની ઘટના બની છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ રહેતી મહિલા નર્મદા નદી કાંઠે આજે કપડા ધોવા ગઈ હતી. મહિલા જયારે નર્મદા નદીના કાંઠે કપડા ધોતી હતી તે દરમ્યાન નદીમાંથી અચાનક મગર આવ્યો હતો, અને મહિલાને નદીમાં ખેંચી ગયો હતો. સ્થાનિક લોકોએ મહિલાની નદીમાં શોધખોળ હાથધરી હતી.

bharuch

વન વિભાગની ટીમને ઘટના અંગે જાણ થતાં વનવિભાગની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ગ્રામજનો અને વન વિભાગ દ્વારા મહિલાની શોધખોળ હાથધરી હતી. જોકે એક કલાક બાદ મહિલાની નદી માંથી મળી આવી હતી. મહિલાની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વનવિભાગે મગરને ઝડપી પાડવા શોધખોળ હાથધરી છે. બીજી બાજુ વનવિભાગ દ્વારા ગ્રામજનોને નદી કાંઠે નહીં જવાની સુચના આપવામાં આવી છે.

English summary
Bharuch: The crocodile attack on woman. Woman dies. Read more on this
Please Wait while comments are loading...