સોમનાથમાં પહેલી વાર આજે મળશે બીજેપીની કારોબારી બેઠક

Posted By:
Subscribe to Oneindia News

સોમનાથમાં આજે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે આવું પ્રથમવાર બન્યું છે જ્યારે ભાજપની કારોબારીની બેઠક સોમનાથ ખાતે મળી હોય. બે દિવસ ચાલનારી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સમતે તમામ મોટા નેતાઓ હાજર રહેશે. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમેત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. સાથે જ રાજ્યના મંત્રીમંડના 22 મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે.

amit

સાથે જ ભાજપ દ્વારા સોમનાથની વિશેષ પૂજા પણ કરવામાં આવશે. નોંધનીય છે કે બાબરી ધ્વંસ પર ચુકાદો આવ્યા પછી સોમનાથની આ બેઠક મળી રહી છે. વળી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જે જોતા આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે હાલમાં સોમનાથમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આમ પણ સુરક્ષાની દ્રષ્ટ્રિએ સોમનાથમાં હંમેશા સતર્કતા રાખવામાં આવે છે. ત્યારે ભાજપની કારોબારીની બેઠક હોવાથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અને શહેરમાં મોદી અને અમિત શાહના પોસ્ટર પણ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.

English summary
BJP executive meeting will going to happen today at Somnath. Read here more.
Please Wait while comments are loading...