For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરૂણ જેટલીએ કહ્યું નરેન્દ્ર મોદીની પાછળ છે ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narandra-modi
અમદાવાદ, 26 નવેમ્બર: રાજ્યસભમાં વિપક્ષ નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે ગુજરાતમાં એટલા બધા નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો છે જે દર્શાવે છે કે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાછળ છે. અરૂણ જેટલીએ કહ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ ચૂંટણી સભાને સંબંધીત કરવા જઇ રહ્યાં છે. જેથી આ સંકેત છે કે નરેન્દ્રભાઇની પાછળ ઉભી છે. અમે અહીંયા અમારી પાર્ટીને ઐતિહાસિક વિજપ અપાવવા માટે આવ્યા છીએ. ભાજપે 87 ચૂંટણી સભા આયોજીત કરી છે જેમાં નેતાઓ ચૂંટણીના પ્રથમ ચરણ માટે પ્રચાર અભિયાન કરશે.

જો કે તાજેતરમાં અરૂણ જેટલીએ જામનગર જિલ્લામાં જનમેદનીને સંબોધિત કરશે. અને જેમાં લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજનું નામ નથી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્રારા પ્રથમ ચરણમાં વિધાનસભાની બધી સીટો પરથી ઉમેદવાર ઉભા રાખ્યાં છે અને એક અન્ય ધારાસભ્ય કનુભાઇ કલસરિયા દ્રારા સદભાવના મંચના બેનર તળે ચૂંટણી સંબંધી પ્રશ્ન પૂછતાં અરૂણ જેટલીએ કહ્યું હતું કે લોકો તે નેતાઓને સ્વિકાર નહી કરે જે પાર્ટી છોડીને જતા રહ્યાં છે.

ભાજપના નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે લોકોએ વિચારધારાત્મક મતભેદના કારણે નહી પરંતુ વ્યક્તિગત મતભેદોના કારણે પાર્ટી છોડી છે. જે લોકોએ પાર્ટી છોડી છે તે લોકો પોતાના નિર્ણયથી પસ્તાવો અનુભવે છે. પરિણામના દિવસે સ્પષ્ટ થઇ જશે કે તેમની અમારા પર શી અસર વર્તાઇ છે? તેમને કહ્યું હતું કે કોંગ્રેસ પાસે નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે તેવો કોઇ સક્ષમ નેતા નથી માટે તે અમને ટાર્ગેટ બનાવે છે. મારું માનવું છે કે નરેન્દ્ર મોદી એવા નેતા છે કે જેમને માળખાગત રીતે ટાર્ગેટ બનાવવામાં આવતાં તેમનું કદ બધી ગયું છે.

નરેન્દ્ર મોદીના 2014ની ચૂંટનીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના મુદ્દે અરૂણ જેટલીને પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે તેમનું રાષ્ટ્રીય કદ વધ્યું છે પરંતુ તેમને ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ કરવો તેનો યોગ્ય સમયે નિર્ણય કરવામાં આવશે.

English summary
Arun Jaitley on Sunday said that since so many leaders have campaigned in Gujarat, it indicates that the entire BJP is behind Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X