For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક માટે ભાજપના હપ્તાખોર શાસકો જવાબદારઃ કોંગ્રેસ

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં દારૂબંધીનું પાલન કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ધરણાં અને પ્રદર્શન કરી અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૩૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાયો છે. રાજ્યમાં ભાજપ સરકારના શાસકોની હપ્તાખોરી અને ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવાનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો.

drugs

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના ચાલી રહેલા આયોજનબદ્ધ નેટવર્ક માટે ક્યાંક ને ક્યાંક ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર છે. મોંઘા શિક્ષણ, બેરોજગારીથી ઝઝૂમી રહેલા ગુજરાતના શિક્ષિત, સક્ષમ યુવાનોથી રાજ્યને સમૃદ્ધ બનાવવાનું હોય, વિકસિત બનાવવાનું હોય તેના સ્થાને તેને અવળા રસ્તે નશાના રવાડે ચડાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને તપાસ બાબતે અમદાવાદ ખાતે ધરણાં - પ્રદર્શન બાદ રેલી સ્વરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર મારફત રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, દંડક સી.જે. ચાવડા, કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
BJP usurper rulers responsible for drug network in Gujarat: Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X