For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આજે કોરોનાના 105 નવા કેસ નોંધાયા, 3 લોકોના મોત થયાં

ગુજરાતમાં આજે કોરોનાના 105 નવા કેસ નોંધાયા, 3 લોકોના મોત થયાં

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે ગુજરાતની ચિંતા વધારી દીધી છે. કૂદકેને ભૂચકે કોરોના પોઝિટિવના કેસ વધતા જઈ રહ્યા છે. આજના કેસ ઉમેરતમાં ગુજરાતમાં કુલ 871 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 776 લોકો સ્ટેબલ છે જ્યારે 5 લોકો વેન્ટિલેટર પર છે. સારી બાબત એ છે કે અત્યાર સુધીમાં 64 લોકો સાજા થઈને ઘરે જતા રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગરમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે જે ચિંતાજનક બાબત છે.

નવા 105 કેસ નોંધાયા

નવા 105 કેસ નોંધાયા

આ ઉપરાંત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, અત્યાર સુધીમાં આપણે 20204 જેટલા ટેસ્ટ કર્યા છે, અને તે પૈકી ગત 24 કલાકમાં 2971 ટેસ્ટ કર્યા છે. અને તેમાંથી 177 પોઝિટિવ આવ્યા છે અને બાકીના બધા નેગેટિવ છે.

આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા

આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા

કચ્છમાં 62 વર્ષના પૂરુષનું, બોટાદમાં 80 વર્ષના પુરુષનું મોત થયું છે અને અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 60 વર્ષના મહિલાનું પણ મોત થયું છે. આજે જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા અમદાવાદમાં તેમાં બહેરામપુરા, જમાલપુર, દાણીલીમડા, જુહાપુરા, બોડકદેવ, મણીનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમીપુર છે. આવી જ રીતે સુરતના માન દરવાજા, કતારગામ, રૂસ્તમપુરા અને ઉમારપાડામાં નવા કેસ સામે આવ્યા છે, વડોદરાના નાગરવાડા, ડભોઈમાં અને રાજકોટના જંગલેશ્વરમાં નવા કેસ સામે આવ્યા છે.

આજે નોંધાયેલા નવા કેસ

આજે નોંધાયેલા નવા કેસ

  • અમદાવાદ- 42 (કુલ કેસ 492)
  • સુરત- 35 (કુલ કેસ 86)
  • વડોદરા- 6 (કુલ કેસ 127)
  • રાજકોટ- 3 (કુલ કેસ 27)
  • બનાસકાંઠા- 4 (કુલ કેસ 6)
  • આણંદ- 8 (કુલ કેસ 25)
  • નર્મદા- 4 (કુલ કેસ 6)
  • ગાંધીનગર- 1 (કુલ કેસ 17)
  • પંચમહાલ- 1 (કુલ કેસ 6)

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12000ને પાર, 170 શહેર કોવિડ-19 રેડ ઝોનમાંદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12000ને પાર, 170 શહેર કોવિડ-19 રેડ ઝોનમાં

English summary
coronavirus: 105 tested positive in gujarat in single day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X