For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટમાં વિલંબથી 11.3 કરોડનું નુકસાન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 જુલાઇ : ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રગતિ અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટને અમલી બનાવવા માટે રચવામાં આવેલી કંપનીને અત્યાર સુધીમાં રૂપિયા 11.3 કરોડનું નુકસાન થયું છે.

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાજ્ય કરકારે મેટ્રો-લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ (MEGA) કંપની લિમિટેડનો છેલ્લા 3 વર્ષોનો (2010-11, 2011-12, 2012-13)ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો. મેટ્રો રેલ પ્રોજેક્ટના અમલીકરણમાં નોડેલ એજન્સી અત્યાર સુધી વાર્ષિક રિપોર્ટ રજૂ કરી શકી ન હતી.

anandiben-patel-chief-minister

પોતાના એક નિવેદનમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે આ પ્રોજેક્ટની પ્રક્રિયા અત્યંત ધીમી ચાલી રહી છે. સરકારે એમ પણ જણાવ્યું કે વર્ષે 2011-12માં કંપનીને રૂપિયા 1.67 કરોડનું અને વર્ષ 2012-13માં રૂપિયા 9.63 કરોડનું નુકસાન થયું હતું.

આ અંગે એક લેખિત ખુલાસામાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું અનુભવી ટેકનિકલ માનવશક્તિના અભાવને કારણે કંપની તેના વાર્ષિક રિપોર્ટ જમા કરાવવામાં મોડી પડી છે.

કંપનીએ જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં વિવિધ સુવિધા જેમ કે ડેપો, કાસ્ટિંગ, યાર્ડ અને વેરહાઉસ બનાવવા પાછળ રૂપિયા 150.37 કરોડ વપરાયા છે. જો કે પ્રોજેક્ટ સ્ટેટસ અંગે જણાવાયું છે કે તેની પાછળ રૂપિયા 200.86 કરોડ ફાળવાયા છે પણ તેમાંથી એક પણ પૈસાનો ઉપયોગ કરી શકાયો નથી.

આ ઉપરાંત વર્ષ 2012-13ના રિપોર્ટમાં જણાવાયું છે કે કંપનીએ 12 ટકાના વાર્ષિક વ્યાજે રૂપિયા 250 કરોડની લોન લીધી છે. જો કે આ રિપોર્ટમાં કંપનીનો આ પ્રોજેક્ટના અમલીકરણ માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ભાવિ પ્લાન શું છે તે અંગે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

English summary
Delay in Ahmedabad-Gandhinagar metro rail project made loss of 11.3 million.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X