તુવેર અને ચણાના ભાવ પણ ટેકાના ભાવે ખરીદાશે : કૃષિમંત્રી

Posted By:
Subscribe to Oneindia News

કૃષિ અને શહેરી ગૃહનિર્માણ રાજયમંત્રી શ્રી વી.વી. વઘાસીયાએ એપીએમસી ધારી તુવેર ખરીદી કેન્દ્રનું શુક્રવારે ઉદ્ધાટન કર્યુ હતુ. કૃષિ રાજયમંત્રીશ્રી વી.વી. વઘાસીયાએ આ પ્રસંગે જણાવ્યું કે, ખેડુતોના હિતલક્ષી નિર્ણયો માટે
રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ છે. ખેડૂતોને ખેતઉત્‍પાદનના વ્‍યાજબી ભાવો મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે, સમયસર કરવામાં આવી રહ્યા છે. અને ખરીદી બાદ આરટીજીએસથી બેંકના ખાતામાં નાણા જમા થતાં પારદર્શી વહીવટ પણ થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું કે મગફળી, તુવેર સહિતના પાકોમાં સારું ઉત્પાદન થતાં તેની ખરીદી પણ વિક્રમજનક થઇ છે.

dal

રાજયમંત્રીશ્રી વઘાસીયાએ ઉમેર્યુ કે, રાજય સરકારે આગોતરું આયોજન કરી મગફળીની ખરીદી કરી તેમ હવે તુવેર અને હવે પછી ચણાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તેમણે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં નિકાસ થઇ શકે, બજારમાં તંદુરસ્ત હરિફાઇ થાય અને યોગ્ય ભાવ મળી શકે તે માટે ગુણવત્તાયુક્ત ઉત્‍પાદન થાય તે માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.

વઘાસીયાએ જણાવ્યું કે અમરેલી જિલ્‍લામાં ધારી, બગસરા, સાવરકુંડલા અને અમરેલી એમ ચાર સહિત રાજયભરમાં ૪૦ ખરીદકેન્‍દ્રો શરૂ કરવામાં આવશે. તેમણે ગુજરાત સિવાયના રાજયોમાં ખેતપેદાશોની નિકાસ માટે ટ્રાન્સપોર્ટેશનની સહાય માટેની વિગતો પણ આ તકે જણાવી હતી.

વધુમાં આ પ્રસંગે નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, કૃષિલક્ષી વિકાસ એ રાજય સરકારનો વિકાસમંત્ર છે. ખેડૂતોના હિતમાં રાજય સરકાર દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવે છે. સાથે જ તેમણે તુવેરની ટેકાના ભાવની ખરીદીથી ખેડૂતોને લાભ થશે, તેવી આશા વ્‍યક્ત કરી હતી.

English summary
Agriculture minister announce Good news for farmer read here more.
Please Wait while comments are loading...