For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચાયત પરિણામો : કોંગ્રેસને કંઈક કળ વળી, છતાં ભાજપ ભારે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 19 ફેબ્રુઆરી: તારીખ 17 ફેબ્રુઆરીના રોજ રાજ્યની બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લાની 12 તાલુકા પંચાયત, ખેડા જિલ્લાની 2 તાલુકા પંચાયત, ગાંધીનગર તાલુકાની પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી, જેના પરિણામો આજે આવી ગયા છે જેમાં કોઇને હાર તો કોઇને જીત મળી છે.

ખેડા જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની 41 બેઠકોમાંથી કોંગ્રેસને 22 જ્યારે ભાજપને 18 બેઠકો મળી છે, જ્યારે અપક્ષના ફાળે એક બેઠક ગઇ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરીએ તો 55 બેઠકોમાંથી 26 ભાજપને અને 28 બેઠક કોંગ્રેસને ફાળે જાય છે. નોંધનીય છે કે એક બેઠકમાં હરિફ ઉમેદવારનું અવસાન થવાના કાણે ચૂંટણી મોકૂફ રખાઇ હતી.

bjp-congress
ખેડા જિલ્લાની કઠલાલ તાલુકા પંચાયતમાં 15 ભાજપ અને 6 કોંગ્રેસને ફાળે જાય છે. જ્યારે કપડવંજ તાલુકા પંચાયતમાં 10 બેઠક ભાજપને અને 12 કોંગ્રેસને તેમજ એક બેઠક અપક્ષને મળી છે. ગાંધીનગર તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ 31 બેઠકોમાંથી 18 ભાજપ અને 12 કોંગ્રેસને તથા એક અપક્ષને મળી છે.

બનાસકાંઠા જિલ્લાની 12 તાલુકા પંચાયતોમાંથી 7 ભાજપ અને 4 કોંગ્રેસને મળે છે. જ્યારે દાંતીવાડા તાલુકા પંચાયતમાં કોઇને સ્પષ્ટ બહુમતી મળતી નથી. આ તાલુકા પંચાયતમાં બંને પક્ષોને ફાળે 7-7 બેઠક આવે છે, અને અપક્ષને 1 બેઠક મળે છે.

આ રીતે કુલ 15 તાલુકા પંચાયતો પૈકી 9 તાલુકા પંચાયતમાં ભાજપને અને 5 તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળે છે, જ્યારે એક તાલુકા પંચાયત દાંતીવાડામાં ટાઇ પડે છે.

કચ્છ જિલ્લાની ભચાઉ નગરપાલિકામાં 18 ફેબ્રુઆરીના રોજ થયેલા ફરીથી મતદાનનું પણ આજે પરિણામ આવી ગયું, જેમાં કુલ 27 બેઠકો પૈકી કોંગ્રેસને ફાળે 22 બેઠક અને ભાજપને માત્ર 5 જ બેઠક મળે છે. આ ઉપરાંત પેટા ચૂંટણી હેઠળની જિલ્લા પંચાયતોની કુલ 3 બેઠકો પૈકી તમામ 3 બેઠકો ભાજપને મળે છે, જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 15 ભાજપને અને 3 બેઠક કોંગ્રેસને મળે છે.

English summary
Gujarat District and Taluka Panchayat's result, over all BJP leads in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X