પાસ કોર કમિટીની દિલ્હીની ઉડાન, કોંગ્રેસ સાથે આખરી બેઠક

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે શુક્રવારે કોંગ્રેસ પણ તેના ઉમેદવાર જાહેર કરી શકે છે. કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન મહત્વ બની રહ્યું છે, આથી કોંગ્રેસ તેની યાદીમાં પાટીદાર નેતાઓને મહત્વ આપે તેવી શકયતા છે. બીજી તરફ શુક્રવારે પાસ કોર કમિટીના દિનેશ પટેલ, લલિત વસોયા, મનોજ પનારા સહિતના નેતા દિલ્હી પહોંચ્યા છે. જેમાં તેમના દ્વારા રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસને સમર્થન આપવા અંગે ફાઇનલ નિર્ણય જાહેર કરાશે. અનામત મુદ્દે નિર્ણય લેતાં પહેલાં શુક્રવારે પાસ કોર કમિટિ અને કોંગ્રેસની છેલ્લી બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

Paas

બીજી તરફ શનિવારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ વડોદરા આવી રહ્યા છે, ત્યારે પાસ લીડર હાર્દિક પટેલ અધિકૃત રીતે કોંગ્રેસને ટેકો જાહેર કરવાની જાહેરાત પણ કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ ચૂંટણીમાં કોઈ જોખમ લેવા નથી માંગતી, આથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. શુક્રવારે બપોરે ભાજપ દ્વારા 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેનાથી કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે, જેથી તેની યાદીમાં મજબૂત નેતાઓના નામ આવે તે જરૂરી છે. ભાજપ હવે સાયકોલોજીકલ રમત રમી રહી છે, જેની હકારાત્મક અસર ગુજરાતના મતદારો પર પડવાની શક્યતા છે.

English summary
Gujarat Election 2017: PAAS core comity flies to Delhi on Friday morning for the final meeting with Congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.