For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર મહિલાઓને આપશે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન

ગુજરાત સરકારે મહિલાઓ માટે ખુશખબરી આપી છે જ્યાં સરકાર હવે મહિલાઓને વ્યાજમુક્ત લોન આપશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત સરકારે મહિલાઓ માટે ખુશખબરી આપી છે જ્યાં સરકાર હવે મહિલાઓને વ્યાજમુક્ત લોન આપશે. મહિલાઓ 1 લાખ રૂપિયા સુધી બેંકમાંથી લોન લઈ શકશે. વ્યાજને બાદમાં સરકાર જ ચૂકવશે. આ ઘોષણા ગૃહિણીઓને કોરોના પછી ઉભી થયેલી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે લાભકારી માનવામાં આવી રહ્યુ છે.

vijay rupani

આ વિશેષ સ્કીમની શરૂઆત ગુરુવાર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરે થશે. અધિકારીઓનુ કહેવુ છે કે આ સ્કીમનો હેતુ મહિલાઓમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી મહિલા કલ્યાણ સ્કીમ(એમએમકેએસ) હેઠળ દર 10 સભ્યોના મહિલા સ્વ-સહાયતા સમૂહ(એચએસજી)ને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોન પર વ્યાજનો બોજ ગુજરાત સરકાર ઉઠાવશે.

ગુજરાત સરકારના જણાવ્યા મુજબ મહિલાઓને વ્યાજમુક્ત લોન પૂરી પાડવા માટે જે સ્કીમ શરૂ કરવામાં આવશે તેને મુખ્યમંત્રી મહિલા કલ્યાણ સ્કીમ નામ આપવામાં આવ્યુ છે. જે હેઠળ દર 10 સભ્યોના મહિલા સ્વ-સહાયતા સમૂહને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પ્રત્યેક 50-50 હજાર એચએસજી છે. આ સ્કીમ હેઠળ આ એક લાખ એસએચજીને લોન આપવામાં આવશે.

દિલ્લીમાં રેલવે લાઈન પાસેની 48 હજાર ઝુગ્ગીઓ નહિ હટાવીએઃ કેન્દ્ર સરકારદિલ્લીમાં રેલવે લાઈન પાસેની 48 હજાર ઝુગ્ગીઓ નહિ હટાવીએઃ કેન્દ્ર સરકાર

English summary
Gujarat: Interest free loan up to 1 lakh rupees for women in new scheme by government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X