ગુજરાતમાં બીજેપી કાર્યકર્તાઓને મળી 3 દિવસની રજા, નહી થાય મોટા કાર્યક્રમ
ગુજરાતમાં ભાજપના તમામ કાર્યકરોને 2 થી 5 મે સુધી રજા આપવામાં આવી છે. બીજેપીના એક વરિષ્ઠ કાર્યકરના જણાવ્યા અનુસાર, રાજ્યના લગભગ 1 કરોડ કાર્યકરો આમાં સામેલ છે. તેમનું કહેવું છે કે પાર્ટીના કાર્યકરો ક્યારેય રજા લેતા નથી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યકરોને રજા આપવાની સાથે સાથે આદેશ પણ આપવામાં આવ્યો છે કે આ ત્રણ દિવસમાં કોઈ મોટા કાર્યક્રમો કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે પાર્ટીના કાર્યકરોએ છેલ્લા બે વર્ષમાં આરામ કર્યા વગર કામ કર્યું છે. એટલા માટે તેને રજા આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં પહેલીવાર આવો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે પાર્ટીના તમામ કાર્યકરો એકસાથે રજા પર હશે. પાર્ટીના કહેવા પ્રમાણે, ભાજપમાં ક્યારેય કોઈ કાર્યકર પર કાર્યક્રમમાં આવવા માટે દબાણ કરવામાં આવ્યું નથી. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ થોડા દિવસો પહેલા ગુજરાતના ભરૂચ પહોંચ્યા હતા. ત્યારબાદ સભાને સંબોધતા તેમણે કહ્યું કે સત્તારૂઢ ભાજપ ટૂંક સમયમાં ચૂંટણી કરાવવાના વિચારમાં છે. જો કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઇ શકે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે ચૂંટણી હોય કે છ મહિના પછી ભગવાન અને ગુજરાતની જનતા અમારી સાથે છે અને અમે અમારી સરકાર ચોક્કસ બનાવીશું. બીજી તરફ ભાજપે પણ ચૂંટણીમાં વિપક્ષને કડક ટક્કર આપવાનો દાવો કર્યો છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીને માત્ર જીતનો જ વિશ્વાસ નથી, પરંતુ 2017ની સરખામણીમાં ઘણી મોટી જીત સાથે વાપસી કરવાનો પણ વિશ્વાસ છે. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું આવી જશે અને તેથી વહેલી ચૂંટણીનો કોઈ અવકાશ નથી. ચૂંટણી માટે લગભગ 45 દિવસનો સમય જરૂરી છે.