For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Justice for Indra Meghwal : સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ દ્વારા સુરેન્દ્રનગરમાં મૌન રેલીનું આયોજન કરાયું

સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ સુરેન્દ્રનગર અને સમગ્ર અનુસૂચિત સમાજ સુરેન્દ્રનગર એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

Justice for Indra Meghwal : રાજસ્થાનના જાલૌરમાં શાળાના માટલામાંથી પાણી પીવા બદલ 9 વર્ષીય વિદ્યાર્થી ઇન્દ્રકુમાર મેઘવાળની જાતિવાદી શિક્ષક દ્વારા ઢોર માર માર્યા બાદ ક્રુર હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઇ રહી છે.

આ અંતર્ગત સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ સુરેન્દ્રનગર અને સમગ્ર અનુસૂચિત સમાજ સુરેન્દ્રનગર એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન ઓગષ્ટને રવિવારની સાંજે 6.00 કલાકે એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર થી ડૉ. બાબા સાહેબ આંબેકર ચોક સુધી કરવામાં આવ્યું હતું.

9 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષક દ્વારા હત્યા

9 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષક દ્વારા હત્યા

ઉલ્લેખનીય છે કે, જાલૌર જિલ્લાના સુરાના ગામમાં એક શાળાના 9 વર્ષીય વિદ્યાર્થી ઈન્દ્રા મેઘવાળને તેના શિક્ષક દ્વારા 20 જુલાઈના રોજપીવાના પાણીના માટલામાંથી પાણી પીવા બદલ ઢોર માર મારવામાં આવ્યો હતો.

દલિત વિદ્યાર્થી ઇન્દ્ર મેઘવાળનું 13 ઓગસ્ટના રોજ અમદાવાદની હોસ્પિટલમાંઇન્દ્ર મેઘવાળનું મૃત્યુ થયું હતું. જે બાદ દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય સમાજ તેમજ ગોદી મીડિયા આરોપીનીતરફેણ કરી રહી છે, તેમ એક દલિત નેતાએ જણાવ્યું હતું.

ઈંદ્ર કુમાર મેઘવાળને જાતિવાદી શિક્ષકે ઢોર માર મારી હત્યા કરી

ઈંદ્ર કુમાર મેઘવાળને જાતિવાદી શિક્ષકે ઢોર માર મારી હત્યા કરી

આ અંગે વાત કરતા દલિત આગેવાન અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, તમામ સમાજબંધુઓ અને તમામ વિચારશીલ લોકો તથા મિત્રોવડીલો, ભાઈઓ-બહેનો, માનવતાવાદી લોકોને ખાસ જણાવવાનું કે, મનુવાદી જાતિવ્યવસ્થાના કારણે રાજસ્થાનમાં ધોરણ 3 માં અભ્યાસકરતાં 9 વર્ષના નિર્દોષ બાળકે તરસ લાગતા શિક્ષકના માટલામાંથી પાણી પી લેતા બાળક ઈંદ્ર કુમાર મેઘવાળને જાતિવાદી શિક્ષકે ઢોર મારમારી હત્યા કરી હતી, આ ક્રૂર અમાનુષી ઘટનામાં ભોગ બનેલા ઈન્દ્રકુમારને શ્રદ્ધાંજલિ આપવા અને જાતિવાદનો વિરોધ કરવા તારીખ 21ઓગષ્ટને રવિવારની સાંજે 6.00 કલાકે એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર થી ડૉ. બાબા સાહેબ આંબેકર ચોક સુધીમૌન રેલી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમૃત મકવાણાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે, તેમાં
સાવિત્રીબાઈ ફુલે શૈક્ષણિક મંચ સુરેન્દ્રનગર અને સમગ્ર અનુસૂચિત સમાજસુરેન્દ્રનગરના સમાજ શ્રેષ્ઠીઓ, ભાઈઓ-બહેનો વડીલો યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતરહી આપણી એકતા બતાવીએ સર્વે લોકોનો જાહેરઆભાર.

કોંગ્રેસના ધારાસભ્ય CMને મોકલ્યું રાજીનામું

કોંગ્રેસના ધારાસભ્ય CMને મોકલ્યું રાજીનામું

બારાં અટરૂ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતનેઆપેલા તેમના રાજીનામાના પત્રમાં ધારાસભ્યએ જાલૌરમાં શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીના મોતથી પોતાને દુઃખી ગણાવ્યા છે.

બાબાસાહેબભીમરાવ આંબેડકરે જેમના માટે બંધારણમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરી હતી, તે દલિત અને વંચિત વર્ગનું રક્ષણ કરવા માટેઆજે કોઈ નથી.

પત્રમાં આ લખીને પાનાચંદ મેઘવાળે કોંગ્રેસ સરકારને વિવાદોમાં ઘેરી છે. પોતાના રાજીનામા પત્રમાં પાનાચંદે લખ્યું છે કે, મારા સમાજનાલોકો જે પાર્ટી સાથે મળીને કામ કર્યું તેની વિચારધારાથી નારાજ અને લાચાર છે.

આઝાદીના 75 વર્ષ બાદ પણ કોઈ બાળકને માટલાનેસ્પર્શ કરવા બદલ શિક્ષક દ્વારા માર મારવામાં આવે છે, તો ક્યાંક તેને ઘોડા પર ચઢવા બદલ ઠપકો આપવામાં આવે છે. ન્યાયના નામેફાઇલો અહીંથી ત્યાં ખસેડવામાં આવે છે અને બાદમાં એફઆર સુધી મૂકવામાં આવે છે.

દલિત મહિલા શિક્ષિકાને જીવતી સળગાવી

દલિત મહિલા શિક્ષિકાને જીવતી સળગાવી

જયપુરમાં એક દલિત મહિલા શિક્ષકને જીવતી સળગાવી દેવામાં આવી હતી. શાળા જતી વખતે દબંગ જાતિના લોકોએ મહિલાને પેટ્રોલછાંટીને આગ ચાંપી દીધી હતી.

આગમાં ખરાબ રીતે દાઝી ગયેલા શિક્ષકનું મંગળવારની મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.આ ઘટના 10 ઓગસ્ટના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારના રોજ સામે આવ્યો હતો.

English summary
Justice for Indra Meghwal : A silent rally was held in Surendranagar by Savitribai Phule Educational Forum Surendranagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X