Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આણંદમાં કોણ કરશે ફતેહ, પરંપરાગત પંજો કે મોદીની લહેર?

ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તને હવે 9 દિવસનો સમય જ રહી ગયો છે. રાજ્યભરમાં ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 26 બેઠકોમાંથી કેટલી બેઠકો કોને મળશે તેનું ગણીત રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યાં છે, તો દેશની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે બેઠકો પર પોતાના ઉમેદવારોને વિજયી બનાવવામાં લાગી ગઇ છે. દેશમાં એક તરફ મોદીની લહેર છે અને જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યાં છે, તેમાં પણ ગુજરાતમાં ભાજપ 20 કરતા વધુ બેઠકો મેળવશે તેવો અદાંજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ બેઠકનો ચિતાર કેવો છે, તેના પર નજર ફેરવીએ.

આણંદ બેઠકની વાત કરવામાં આવે તો 1957થી લઇને 2009 સુધી સૌથી વધારે આ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજયી થયો છે. તેમજ 1984થી લઇને 2009 સુધીમાં માત્ર બે જ વાર એવું બન્યુ છેકે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હોય અને તેના સ્થાને આણંદની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો હોય. 1989માં ભાજપના ઉમેદવાર નથુભાઇ પટેલે કોંગ્રેસના ઇશ્વરભાઇ ચાવડાને પરાજીત કર્યા હતા, તો 1999માં ભાજપના દીપકભાઇ પટેલે ઇશ્વરભાઇ ચાવડાને પરાજીત કર્યા હતા.

પરંતુ 2004થી આ બેઠક પર કોંગ્રેસ દ્વારા ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભરતસિંહ સોલંકી વિજેતા થાય છે. જોકે આ વખતે દેશમાં માહોલ કંઇક અલગ છે. દેશભરમાં મોદીની આંધી કહો કે પછી લહેર જોવા મળી રહી છે. તેમજ અત્યારસુધી થયેલા મતદાનમાં પણ દેશભરમાં મતદાતાઓ દ્વારા જોરશોરથી મતદાન કરવામાં આવી રહ્યું છે, તેનાથી પણ એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છેકે 16મી મેના રોજ જે પરિણામ જાહેર થશે તે આશ્ચર્ય પમાડે તેવા હશે. ત્યારે આ વખતે ભરતસિંહ સોલંકીને મોદીની લહેર વચ્ચે પોતાની આ બેઠક જાળવી રાખવાનો પડકાર ઝેલવો પડશે. ચાલો તસવીરો થકી આ બેઠક અંગે આછેરી માહિતી મેળવીએ.

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના દિલીપ પટેલે કહ્યું છેકે ગામડાંઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પડાશે. બોરસડમાં જીઆઇડીસી શરૂ કરવામાં આવશે. ખંભાતને ભાવનગર સાથે જોડવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ કહ્યું છેકે ધુવારણ ખાતે 660 મેગાવોટના કોલસા આધારિત પાવર યુનિટને શરૂ કરવામાં આવશે. 62 ગામોમાં આરો ડ્રિંકિંગ વોટર સુવિધા આપવામાં આવે છે. તેમજ નિર્મળ ભારત યોજનાનો અમલ એ ગામોમાં કરાવવામાં આવશે જ્યાં શૌચાલયની સુવિધા નથી.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના રાવજી પરમારે કહ્યું છેકે આણંદમાં સિવિલ હોસ્પિટલ નથી. જિલ્લામાં યુવાનો બેરોજગાર છે. ધુવારણને ખંભાત સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવવું જોઇએ. ખંભાતના લોકોને પાણીની સમસ્યા છે, તેનું નિરાકણ આવવું જોઇએ.

આ બેઠક સાથે જોડાયેલા સ્થાનિક પ્રશ્નો

આ બેઠક સાથે જોડાયેલા સ્થાનિક પ્રશ્નો

મોટી ઉદ્યોગ નથી, રોજગારી માટે બહાર જવું પડે. રેલવે સ્ટેશનનો અપૂરતો વિકાસ. શુદ્ધ પીવાના પાણીની સમસ્યા. એગ્રીકલ્ચરમમાં વેલ્યુ એડિશનનો અભાવ.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ વિસ્તારમાં સૌથી વધારે ક્ષત્રિય મતદાતાઓ છે, ત્યારબાદ પટેલ આવે છે. આ મત વિસ્તારમાં 40 ટકા ક્ષત્રિય, 12.8 ટકા પટેલ, 10.98 ટકા ઓબીસી, 10.67 ટકા દલિત, 9 ટકા મુસ્લિમ, 4.36 ટકા સવર્ણ અને 1.17 ટકા માલધારી સમાજના મતદાતાઓ છે. તેથી આ વિસ્તારમાં વિજય હાંસલ કરવામાં ક્ષત્રિય અને પટેલ મતદાતાઓને આકર્ષિત કરવા જરૂરી છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1957

કોંગ્રેસઃ- મણીબેન પટેલ- 160216
અપક્ષઃ- દાદુભાઇ અમિન- 122787
તફાવતઃ- 37429

1962
સ્વતંત્રઃ- નરેન્દ્ર સિંહ મહિડા- 169116
કોંગ્રેસઃ- મણીબેન પટેલ- 146387
તફાવતઃ- 22729

1967
કોંગ્રેસઃ- એનઆર મહિડા- 181894
સ્વતંત્રઃ- એચએમ પટેલ- 160672
તફાવતઃ- 21222

1971
એનસીઓઃ- પ્રવીણસિંહ સોલંકી- 168586
કોંગ્રેસઃ- નરેન્દ્ર સિંહ મહિડા- 124982
તફાવતઃ- 43604

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1977
કોંગ્રેસઃ- અજીતસિંહ ડાભી- 221099
બીએલડીઃ- હિંમતસિંહ જાદવ- 158320
તફાવતઃ- 62779

1980
કોંગ્રેસઃ- ઇશ્વરભાઇ ખોડાભાઇ ચાવડા- 256897
જનતા પાર્ટીઃ- દીલિપસિંહ મહિડા- 142636
તફાવતઃ- 114261

1984
કોંગ્રેસઃ- ઇશ્વરભાઇ ચાવડા- 250877
જનતા પાર્ટીઃ- મનુભાઇ પટેલ- 175704
તફાવતઃ- 75173

1989
ભાજપઃ- નથુભાઇ પટેલ- 313548
કોંગ્રેસઃ- ઇશ્વરભાઇ ચાવડા- 243249
તફાવતઃ- 70299

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
કોંગ્રેસઃ- ઇશ્વરભાઇ ચાવડા- 234875
ભાજપઃ- રજનીકાંત પટેલ- 198836
તફાવતઃ- 36039

1996
કોંગ્રેસઃ- ઇશ્વરભાઇ ચાવડા- 183107
ભાજપઃ- કિશોરસિંહ સોલંકી- 151375
તફાવતઃ- 31732

1998
કોંગ્રેસઃ- ઇશ્વરભાઇ ચાવડા- 337265
ભાજપઃ- જયપ્રકાશ પટેલ- 299209
તફાવતઃ- 38056

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- દીપકભાઇ પટેલ- 273683
કોંગ્રેસઃ- ઇશ્વરભાઇ ચાવડા- 270022
તફાવતઃ- 3661

2004
કોંગ્રેસઃ- ભરતસિંહ સોલંકી- 307762
ભાજપઃ- જયપ્રકાશ પટેલ- 246677
તફાવતઃ- 61085

2009
કોંગ્રેસઃ- ભરતસિંહ સોલંકી- 348655
ભાજપઃ- દીપક પટેલ- 281337
તફાવતઃ- 67318

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X