આ ત્રણ ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા

Written By:
Subscribe to Oneindia News

69માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ વખતે ત્રણ ગુજરાતીઓને દેશના સર્વોચ્ચ સન્માન સમા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી પ્રથમ ગુજરાતના જાણીતા કેન્સર નિષ્ણાંત ડૉ. પંકજ શાહ, અધિકારી એસ.એસ.રાઠોડને સિવિલ સર્વિસ માટે અને જાણીતા ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વધુમાં ચાણક્ય ફેમ મનોજ જોષીને પણ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.

પદ્મશ્રી મેળવનાર ગુજરાતીઓ

  • ઝવેરીલાલ મહેતા- સાહિત્ય અને શિક્ષણ- પત્રકારત્વ- ગુજરાત
  • એસ.એસ. રાઠોડ- સિવિલ સર્વિસ- ગુજરાત
  • ડૉ. પંકજ શાહ- મેડિકલ- ગુજરાત
  • મનોજ જોષી- આર્ટ એન્ડ એક્ટિંગ- મહારાષ્ટ્ર

નોંધનીય છે કે ચાણક્ય ફેમ મનોજ જોષીએ આ એવોર્ડથી સન્માન મળ્યા પછી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે મેં વર્ષોથી કલાની સાધના કરી છે અને તેના ફળસ્વરૂપે મારે કામને સરકારે બિરદાવ્યું છે. સાથે જ ગુજરાતના જાણીતા 90 વર્ષીય ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતાને પણ આ એવોર્ડ મળ્યો છે. જેમના પરિવારે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ ગુજરાતીઓને આ સન્માનિત એવોર્ડથી બિરદાવવામાં આવ્યા હતા. અને આ વખતે પણ ત્રણ ગુજરાતીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જે તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

English summary
Padma Award 2018 : This three Gujarati received Padmashri award this year. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.