For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની હેકરોએ હેક કરી ગુજરાત સરકારની વેબસાઇટ

|
Google Oneindia Gujarati News

pakistan
ગાંધીનગર, 3 નવેમ્બર: ભારત-પાકિસ્તાનની વચ્ચે સરહદ પર તણાવ બાદ હવે સાઇબર યુદ્ધ પણ શરૂ થઇ ગયું છે. પાકિસ્તાનના સાઇબર હેકરે ગુજરાત સરકારની વેબસાઇટને હેક કરીને તેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી લખેલી ઇમેજ લગાવી દીધી હતી. સાઇબર અપરાધીઓએ આ સાઇટને પાકિસ્તાન સાઇબર માફિયા હેકર્સનું નામ આપ્યું છે.

પાકિસ્તાનના સાઇબર હેકરોએ શનિવારે ગુજરાત સરકારની ઇ-ગ્યાની સાઇટને હેક કરી દીધી હતી. આની સાથે જ ત્રણ અન્ય વેબસાઇટોને પણ હેક કરીને તેની પર અભદ્ર ટિપ્પણી કરી છે. હેકરોએ કુલ પાંચ સાઇટોને હેક કરી છે જેમાં બે ગુજરાત સરકારની વેબસાઇટ છે.

જે સાઇટોને હેક કરવામાં આવી હતી તેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનની વેબસાઇટ www.egyan.org.in અને બીજી છે અમદાવાદ કૃષિ ઉપ્તાદન સમિતિની વેબસાઇટ (APMC) - www.apmcahmedabad.com. હેક કર્યા બાદ હેકરોએ ફેસબુલક પર લખ્યું કે 'પાકિસ્તાન સાઇબર માફિયા હેકરો દ્વારા હેક કરવામાં આવેલ છે.', 'પાકિસ્તાનની શક્તિનો અનુભવ કરો', 'પીકે-રોબોટ અહીં હતો.' અને 'પાકિસ્તાન જિંદાબાદ'.

જેકે જાણકારી મળતા જ સરકારે અભદ્ર ટિપ્પણીને હટાવી દીધી છે. સાથે જ સાઇટની ફરીથી દેખરેખનું કામ ચાલી રહ્યું છે, અને ઓફલાઇન રાખવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં આ અંગેની પ્રાથમિક ફરિયાદ નોંધાવીને કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે બિલાવલ ભુટ્ટો દ્વારા કાશ્મીર મુદ્દે નિવેદન કરવામાં આવ્યું હતું કે 'તેઓ ભારત પાસેથી કાશ્મીરનો એક એક ઇંચ પાછો લઇને રહેશે.' તેમના આ નિવેદન બાદ એક ભારતીય હેકરે પાકિસ્તાન રેલવેની વેબસાઇટ હેક કરી હતી. અને બિલાવલને માત્ર સપના જોવાનો સણસણતો જવાબ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન હેકરે ભારત સરકારની બે વેબસાઇટ હેક કરી હતી.

indian
English summary
Pakistan-based hackers, who called themselves ‘Pakistan Cyber Mafia Hackers’, on Saturday hacked two Gujarat government websites as well as three other websites.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X