For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાણીની વાવ : વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થવાની શક્યતા વધી

|
Google Oneindia Gujarati News

પાટણ, 24 ઓક્ટોબર : યુનેસ્કોની ટીમ દ્વારા મંગળવાર 22 ઓક્ટોબરના રોજ ગુજરાતના પાટણમાં આવેલી સુપ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને પગલે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ વિરાસત યાદીમાં રાણીની વાવનો સમાવેશ થવાની સંભાવના વધી ગઇ છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા - એએસઆઇ તથા રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ એટલે કે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી - એનએમએ ની ટીમોએ, સ્મારકો અને સ્થળોની આંતરરાષ્ટ્રીય પરિષદ (ઇકોમોસ)ના પ્રતિનિધિઓ સાથે આ સ્થળનું અંતિમ નિરીક્ષણ કર્યું હતું.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે કેટલાક મહિનાઓ પહેલા રાણીની વાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવા માટેની દરખાસ્ત વર્લ્ડ હેરિટેજ સેન્ટરને મોકલી આપી હતી. તેને પ્રાકૃતિક સંવર્ગની શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી. જો ઇકોમોસ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવાની પરવાનગી આપશે તો તે રાજ્યનું બીજું વિશ્વ વિરાસત સ્થળ બની રહેશે.

ગુજરાતમાં હાલ પંચમહાલ જિલ્લામાં આવેલા ચાંપાનેર અને પાવાગઢના કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યું છે. આ સ્થાન તેને વર્ષ 2004માં આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એનએમએ - એએસઆઇની ટીમે ગયા મહિને પણ આ સાઇટની મુલાકાત લીધી હતી. તેમણે રાણીની વાવની સાથે આસ પાસના સ્મારકો અને સહસ્ત્ર લિંગ તળાવને પણ આ યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

1

1

વિશ્વ વિરાસત યાદીમાં રાણીની વાવનો સમાવેશ થવાની સંભાવના વધી ગઇ છે

2

2

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તથા રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણની ટીમોએ, સ્મારકો અને સ્થળોની આંતરરાષ્ટ્રીય પરિષદ (ઇકોમોસ)ના પ્રતિનિધિઓ સાથે આ સ્થળનું અંતિમ નિરીક્ષણ કર્યું

3

3

ઇકોમોસ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવાની પરવાનગી આપશે તો તે રાજ્યનું બીજું વિશ્વ વિરાસત સ્થળ બની રહેશે

4

4

ગુજરાતમાં હાલ પંચમહાલ જિલ્લામાં આવેલા ચાંપાનેર અને પાવાગઢના કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યું છે. આ સ્થાન તેને વર્ષ 2004માં આપવામાં આવ્યું હતું

5

5

રાણીની વાવની સાથે આસ પાસના સ્મારકો અને સહસ્ત્ર લિંગ તળાવને પણ આ યાદીમાં સામેલ કરવાનો નિર્ણય

6

6

રાણીની વાવના સંરક્ષણની યોજના તૈયાર છે

7

7

આ વાવ ઇ:સ 1063માં સોલંકી શાસનકાળમાં બંધાવવામાં આવી હતી

8

8

રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી.

9

9

વાવની લંબાઇ 64 મીટર અને પહોળાઇ 20 મીટર અને ઊંડાઇ 27 મીટર છે.

10

10

વાવમાં એક નાનકડો ગુપ્ત દ્વાર પણ છે.

11

11

વાવમાંથી 30 મીટર લાંબી સુરંગ જાય છે. જે પાટણના સિદ્ધપુર શહેરમાં નીકળે છે.

12

12

વાવમાંથી 30 મીટર લાંબી સુરંગ જાય છે. જે પાટણના સિદ્ધપુર શહેરમાં નીકળે છે.

13

13

વાવમાં જે કોતરણી છે તેમાં મોટા ભાગે ભગવાન વિષ્ણુના 10 અવતારો દર્શાવવામાં આવ્યા છે.

14

14

વાવમાં નાગકન્યા, યોગિની અને સોળ શૃંગાર દર્શાવતી અપ્સરાઓની મૂર્તિઓ છે.

15

15

કહેવામાં આવે છે કે આ વાવની આસ પાસ આયુર્વેદિક પ્લાન્ટ્સ વાવવામાં આવ્યા હતા

16

16

રાણીની વાવ : વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થવાની શક્યતા વધી

17

17

રાણીની વાવ : વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થવાની શક્યતા વધી

18

18

રાણીની વાવ : વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થવાની શક્યતા વધી

19

19

રાણીની વાવ : વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થવાની શક્યતા વધી

20

20

રાણીની વાવ : વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થવાની શક્યતા વધી

English summary
Patan's Rani ki Vav may be step closer to world heritage site tag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X