કમલમ ખાતે PM નરેન્દ્ર મોદીનો સ્નેહમિલન કાર્યક્રમ

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચમી વાર ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી આજે સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તે ડીસા જવા રવાના થયા હતા. નોંધનીય છે કે 28 વર્ષ પછી પીએમ નરેન્દ્ર મોદી બનાસકાંઠા વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કહોલીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફૂલોથી સ્વાગત કર્યું હતું.

Read also: PM મોદી જે ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે તે કાર્યક્રમની 5 ખાસ વાતો

ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરી દ્વારા 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. જે બાદ તેમણે મજા માં છો? કહીની ડીસાના લોકોને સંબોધન કરવાની શરૂઆત કરી હતી. મોદીએ તેમના ભાષણમાં શ્વેત ક્રાંતિ બાદ ગુજરાતમાં સ્વીટ ક્રાંતિ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે નોટબંધી પર પણ ટિપ્પણી કરી હતી. ત્યારે ગુજરાતમાં પીએમ મોદીના આ કાર્યક્રમની તમામ વિગત જાણવા આ પેજની રિફ્રેશ કરતા રહો. અને મોદીની આ મુલાકાતની તસવીરો અને વધુ વિગતો વાંચો અહીં...

Read also: પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો તેમનો કાર્યક્રમ

કમલમ ખાતે મોદીએ કર્યું ભાજપના નેતાઓ સાથે સ્નેહમિલન

હિરાબાને મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં ભાજપના તમામ મોટો નેતા, પ્રદેશ અને જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કર્યું હતું. નોંધનીય છે કે આ બેઠકમાં 2017ને લઇને ભાજપની રણનીતિ અને સરકારની યોજનાઓના યોગ્ય પ્રચાર અંગે ચર્ચા વિચારણા થશે.

હિરા બાને મળ્યા મોદી

હિરા બાને મળ્યા મોદી

ગાંધીનગર પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હિરા બાને મળ્યા હતા. નોંધનયી છે કે નરેન્દ્ર મોદીની માતા ઉંમરના કારણે થોડાક બિમાર રહે છે ત્યારે મોદીએ ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને જઇને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

મજામાં છો? કહી મોદીએ કરી ભાષણની શરૂઆત

મજામાં છો? કહી મોદીએ કરી ભાષણની શરૂઆત

ડીસામાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીથી લઇને ગુજરાતની સ્વીટ ક્રાંતિ અંગે ટિપ્પણી કરી હતી. ભાષણની શરૂઆતમાં મજામાં છો પૂછી તેમણે હાજર લોકોને ખુશ કરી દીધા હતા. જે બાદ તેમણે શ્વેતક્રાંતિ લાવનાર ગલબાકાકાને નમન કરી ગુજરાતમાં શ્વેતક્રાંતિ પછી મધની સ્વીટ ક્રાંતિ પણ થાય તે માટે લોકોને આહ્વાહન કર્યું હતું.

મોટી સંખ્યામાં લોકોની હાજરી

મોટી સંખ્યામાં લોકોની હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસામાં જનસભાને સંબોધવાના છે. વળી 28 વર્ષ પછી વડાપ્રધાન બનાસકાંઠાની મુલાકાતે છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ઊમટી પડ્યા હતા. જે જોતા લાગી રહ્યું છે કે નોટબંધી બાદ મોદીની આ ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થશે.

ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન

ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં બનાસ ડેરી દ્વારા 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું.

ડીસામાં પીએમનું ભવ્ય સ્વાગત

ડીસામાં પીએમનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી ડિસા સવારે 11 વાગ્યે પહોંચ્યા હતા. જ્યાં સીએમ વિજય રૂપાણી અને ભાજપના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેમને પરંપરાગત પોશક પહેરાવવામાં આવ્યા હતો.

વડાપ્રધાન પહોંચ્યા અમદાવાદ

વડાપ્રધાન પહોંચ્યા અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત ગુજરાતના રાજ્યપાલ ઓ પી કહોલીએ કર્યું હતું. જ્યાંથી તે ડીસા જવા રવાના થયા હતા.

English summary
Read here Prime minister Narendra Modi Gujarat visit latest news update.
Please Wait while comments are loading...