રાપરના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઇનું નિધન

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાપરના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઇ પટેલને હૃદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. વાઘજીભાઇને રાપર સ્થિત પોતાના નિવાસ સ્થાને વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવ્યો હતો. પરિવારના સભ્યોને જાણ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલના કર્મચારીઓ દ્વારા પગાર વધારની માંગને લઇને આજ હડતાળ કરવામાં આવી છે. સિવિલના સ્ટાફની સાથે મેડિકલ કોલેજનો સ્ટાફ પણ જોડાયો હતો. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

અમદાવાદઃ સોલા સિવિલનો સ્ટાફ હડતાળ પર

અમદાવાદઃ સોલા સિવિલનો સ્ટાફ હડતાળ પર

અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલના કર્મચારીઓ દ્વારા પગાર વધારની માંગને લઇને આજ હડતાળ કરવામાં આવી છે. સિવિલના સ્ટાફની સાથે મેડિકલ કોલેજનો સ્ટાફ પણ જોડાયો હતો.

રાપરના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઇનું નિધન

રાપરના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઇનું નિધન

રાપરના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઇ પટેલને હૃદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. વાઘજીભાઇને રાપર સ્થિત પોતાના નિવાસ સ્થાને વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવ્યો હતો. પરિવારના સભ્યોને જાણ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું.

સુરતઃ કારખાનામાં આગ, ચારના મોત

સુરતઃ કારખાનામાં આગ, ચારના મોત

સુરતના ગોથાણ ગામ નજીક અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ વિભાગ 3 સ્થિત એમ્બ્રોડરી કારખાનામાં લાગેલી આગ લાગી હતી. કારખાનામાં જનરેટર રૂમમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેના પગલે કારખાનામાં નાસભાગ મચી હતી. આ દરમિયાન ચાર કામદારોના ગુંગળાઇ જવાથી મોત નીપજ્યાં હતા.

અમદાવાદઃ યુવતીનો આપઘાત

અમદાવાદઃ યુવતીનો આપઘાત

પ્રેમી સાથે લગ્ન કરવાની પરિવારજનો દ્વારા ના પાડવામાં આવતા અમદાવાદમાં એક યુવતીએ બિલ્ડિંગના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવતીને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઇજા થતાં સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. યુવતીનું નામ નૂપુર અક્ષય કુમાર શેઠ છે અને તે એક કોલસેન્ટરમાં જોબ કરતી હતી.

English summary
Rapar MLA Vaghaji Bhai Patel Passes Away. here is the top news of gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.