યાસીન ભટકલ અને અસદ ઉલ્લાને મળ્યા 12 દિવસના રિમાન્ડ

Subscribe to Oneindia News

અમદાવાદઃ શનિવારે અમદાવાદ માં વર્ષ 2008 સિરિયલ બોમ્બ વિસ્ફોટમાં યાસીન અને અસદઉલ્લાને સાબરમતી જેલની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાં કોર્ટ દ્વારા તેમના 12 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ આ માટે 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. પણ કોર્ટે ખાલી 12 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ તેમને બન્ને ક્રાઇમ બ્રાંચ લઇ જવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શુક્રવારે દિલ્હીથી આ બન્ને આંતકી ઓને એક વિશેષ પ્લેન હેઠળ અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

yasin bhatkal

Read also : આતંકી યાસીન ભટકલ અને અસદુલ્લા હદડીને અમદાવાદ પહોંચ્યા

એટલું જ નહીં આ બન્નેને કબ્જો લાંબી કાનૂની પ્રક્રીયાના અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યો છે. ત્યારે હાલ તો આ બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મળતા ક્રાઇમ બ્રાંચને આશા છે કે તે આ બન્ને પાસેથી મહત્વપૂર્ણ વિગતો મેળવી શકે. હાલ આ બન્ને આતંકીઓ અમદાવાદની જેલમાં હોવાના કારણે તેમના માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2008માં અમદાવાદમાં થયેલ સિરિયલ બ્લાસ્ટના આ બન્ને આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હૈદરબાદના એનઆઇએ પાસેથી ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી છે.

English summary
Terrorist Yasin Bhatkal got 12 days remand by court. Read here more.
Please Wait while comments are loading...