For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાહ! દીકરીને કરિયાવરમાં 2200 પુસ્તકો આપનાર પિતા વર્લ્ડ રેકૉર્ડ ઈન્ડિયાથી સમ્માનિત

ગુજરાતના રાજકોટમાં દીકરી કિન્નરીબાને તેમના પિતાએ કરિયાવરમાં 2200 જેટલા પુસ્તકો ગાડામાં ભરીને આપી સમાજને એક નવી પ્રેરણા આપી હતી.

|
Google Oneindia Gujarati News

ભારતમાં આજે 21મી સદીમાં પણ જ્યારે રોજેરોજે દીકરીઓ પર દહેજના નામે ત્રાસ ગુજારવામાં આવે છે. મોતના ઘાટ ઉતારી દેવામાં આવે છે એટલે સુધી કે દીકરીને કરિયાવાર આપવો પડશે તે ડરથી તેને જન્મવા જ દેવામાં આવતી નથી ત્યારે ગુજરાતના રાજકોટમાં સમગ્ર દેશ માટે જ્વલંત ઉદાહરણ રૂપ એક અનન્ય કિસ્સો જોવા મળ્યો છે જે સૌના માટે પ્રેરણાદાયક છે.

kinnariba

Recommended Video

વાહ! દીકરીને કરિયાવરમાં 2200 પુસ્તક આપનારા શિક્ષક પિતા વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાથી સન્માનિત

ગુજરાતના રાજકોટમાં દીકરી કિન્નરીબાને તેમના પિતાએ કરિયાવરમાં 2200 જેટલા પુસ્તકો ગાડામાં ભરીને આપી સમાજને એક નવી પ્રેરણા આપી હતી. શિક્ષક હરદેવસિંહ જાડેજાને આ માટે વર્લ્ડ રેકૉર્ડ ઑફ ઈન્ડિયાથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વર્લ્ડ રેકૉર્ડ ઈન્ડિયાના પ્રવિણ સોલંકીના હસ્તે પિતા પુત્રીને સર્ટિફિકેટ આપવામાં આવ્યુ હતુ. વર્લ્ડ રેકૉર્ડ ઑફ ઈન્ડિયાની ટીમે કિન્નરીબાના લગ્નમાં કયા કયા પુસ્તકો આપવામાં આવ્યા, કેટલા પુસ્તકો આપવામાં આવ્યા તેનુ ક્રોસ વેરિફિકેશન કર્યુ હતુ ત્યારબાદ જાડેજા પરિવારને આ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પુત્રીએ પોતાના પિતા પાસે પોતાના વજન જેટલા પુસ્તકો કરિયાવરમાં આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. કિન્નરીબાના પિતા શિક્ષક છે જેમણે 2200 જેટલા પુસ્તકો કરિયાવરમાં આપીને દીકરીને સાસરિયે વળાવી હતી. જે માટે રાજકોટના હરદેવસિંહ જાડેજા અને કિન્નરીબાને વર્લ્ડ રેકૉર્ડ ઈન્ડિયાના પ્રવિણ સોલંકીએ ઉપસ્થિત રહીને સર્ટિફિકેટ એનાયત કર્યુ હતુ.

આ પણ વાંચોઃ GVK EMRIમાં મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતીઆ પણ વાંચોઃ GVK EMRIમાં મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી

English summary
World Records India awarded the Father who gave 2200 books to daughter in Kariyawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X