For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ પછી હવે ગિલગિટ બાલ્ટિસ્તાન પણ પાકિસ્તાનના હાથમાંથી જશે? ભારતમાં જોડાવા માંગ

ગિલગિલ બાલ્ટિસ્તાનના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પાકિસ્તાનથી અલગ થવાની માગં કરી રહ્યા છે. ગિલગિલ બાલ્ટિસ્તાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં આવેલુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદ : આર્થિક રીતે ભાંગી પડેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. એક તરફ આતંકવાદને કારણે દુનિયાથી છુટુ પડી ચુકેલુ અને તુટી ચુકેલી અર્થવ્યવસ્થાને કારણે સ્થિતી ગંભીર છે ત્યારે હવે ગિલગિલ બાલ્ટિસ્તાનના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પાકિસ્તાનથી અલગ થવાની માગં કરી રહ્યા છે. ગિલગિલ બાલ્ટિસ્તાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં આવેલુ છે.

Pakistan

ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનની ભેદભાવપુર્ણ નીતિઓથી પરેશાન છે અને હવે રસ્તા પર ઉતર્યા છે. અહીં હવે સૌથી મોટી વાત એ છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનની નીતિઓથી કંટાળીને ભારત સાથે લદ્દાખમાં ભેળવવાની માંગ કરી રહ્યા છે. હાલ ત્યાં સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

હાલમાં જ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળે છે અને માંગ કરી રહ્યા છે કે કારગિલ રોડને ખોલવામાં આવે અને ભારતના લદ્દાખમા બાલ્ટિસ્તાનને ભેળવવામાં આવે.

દિવસે દિવસે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે સરકાર વિરુદ્ધ છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો ઘઉં અને અન્ય ખાદ્ય ચીજો પર સબસિડીની પુનઃસ્થાપના, લોડ-શેડિંગ, ગેરકાયદેસર જમીન પર કબજો અને પ્રદેશના કુદરતી સંસાધનોના શોષણ જેવા મુદ્દા પર ઉઠાવી રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાનની સેના ગિલગિટ બાલ્ટિસ્તાનની જમીન અને સંસાધનો પર બળજબરીથી કબજો કરી રહી છે.

પાકિસ્તાન સેના અને સરકાર વિરુદ્ધ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અહીં જમીનનો વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે. 2015 થી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ જમીન ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની છે આ વિસ્તાર PoK હેઠળ આવે છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે જમીન પાકિસ્તાની રાજ્ય સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી નથી.

English summary
After Bangladesh, now Gilgit Baltistan will also go from the hands of Pakistan?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X