હવે આસમમાં પૂરનું કહેર, એક લાખથી વધારે લોકો પ્રભાવિત

ગુવાહાટી, 7 જુલાઇ : ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્ર અને તેની સાથે જોડાયેલી સંકળાયેલી નદીઓના જળસ્તરમાં વધારો નોંધવામાં આવ્યો છે અને તે ખતરાના નિશાનાને પાર કરી ગયું છે. જેના કારણે અસમમાં લગભગ એક લાખ લોકો પ્રભાવિત થયા છે. ધેમાજી સહિત 10 જિલ્લામાં લોકો અને તેમના ખેતરોને અસર થઇ છે.

અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ઉપરી વિસ્તાર અને પડોશી અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાતથી બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું છે, અને જોરહટમાં નેમાતિઘાટમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

assam
બ્રહ્મપુત્રની સહાયક નદી જિયા ભરાલી સોનિતપુર જિલ્લાના એક એન ટી રોડમાં અને ધનશ્રી ગોલઘાટ જિલ્લાના નૂમાલિગઢમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જૂન બાદ આ ઋતુની પહેલા પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ગોલઘાટ જિલ્લામાં કાજિરંગા રાષ્ટ્રીય પાર્કની પાસે નાગાંવમાં ઘણા પશુઓના પણ મોત થયા છે.

ધેમાજી, નાગાંવ, ગોલાઘાટ, જોરહટ, કામરૂપ, કરીમગંજ, લખીમપુર, મોરિગાંવ, શિવસાગર અને તિનસુકિયા જિલ્લામાં વરસાદથી લગભગ એક લાખ લોકો પ્રભાવિત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X