For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amnesty Report: નફરત ફેલાવામાં યુપી નંબર 1, ગુજરાત 2 અને રાજસ્થાન ત્રીજા પર

હ્યુમન રાઇટ્સ ગ્રુપ એમનેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશ આ વર્ષે દલિતો, આદિવાસીઓ, ધાર્મિક લઘુમતીઓ અને વંશીય ગુનાથી લઈને ટ્રાન્સજેન્ડર સૌથી વધુ સતાવણીનો ભોગ બન્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હ્યુમન રાઇટ્સ ગ્રુપ એમનેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશ આ વર્ષે દલિતો, આદિવાસીઓ, ધાર્મિક લઘુમતીઓ અને વંશીય ગુનાથી લઈને ટ્રાન્સજેન્ડર સૌથી વધુ સતાવણીનો ભોગ બન્યું છે. આ રિપોર્ટ મુજબ આ વર્ષે પ્રથમ છ મહિના સુધીમાં ઉત્તરપ્રદેશ હેટ ક્રાઇમની શ્રેણીમાં પ્રથમ ક્રમાંક છે. જયારે ગુજરાત બીજા સ્થાને છે, અને જ્યાં મોટાભાગના દલિતો અને હતાશ લોકો પર હુમલો થાય છે. તે પછી અપરાધોના કિસ્સામાં રાજસ્થાન ત્રીજા, તમિલનાડુ ચોથા અને બિહાર પાંચમું સ્થાન ધરાવે છે.

Hate crimes

આ રિપોર્ટ ત્યારે આવી છે જયારે, ગયા મહિને ઉત્તરપ્રદેશના હાપુડ વિસ્તારમાં મૉબ લીચિંગની ઘટના પર તપાસ ચાલી રહી છે. હાપુડમાં ગાયને કાપી નાખવાના શકમાં મોહમ્મદ કાસીમ નામના એક વ્યક્તિને ભીડ દ્વારા માર મારી મારી નાખ્યો હતો. હ્યુમન રાઇટ્સ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2015 માં દાદરીમાં મોહમ્મદ અખલાકની હત્યા પછી ભારતમાં 603 ઘટનાઓ થઇ, જ્યાં ભીડએ શંકાના આધાર પર અથવા તો હત્યાને અંજામ આપ્યો અથવા તો પ્રતાડિત કર્યું.

આ રિપોર્ટ મુજબ માત્ર ઉત્તરપ્રદેશમાં જૂન 2018 સુધી રાજ્યમાં દલિતો વિરુદ્ધ 67 અપરાધ અને મુસ્લિમો સામેના 22 ગુનાઓ હતા, જે સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. એમનેસ્ટી રિપોર્ટના માનવ મુજબ, ગાય-સંબંધિત હિંસા અને ઑનર કિલિંગ સૌથી વધુ થઇ છે. ગુનાઓના કિસ્સામાં ઉત્તરપ્રદેશનો પશ્ચિમ પ્રાંત મુખ્ય કેન્દ્ર બિંદુ રહ્યું છે, જ્યાં ધાર્મિક હિંસા સૌથી વધુ જોવા મળી છે.

કોઈ વિશેષ સમૂહની વાસ્તવિક અથવા કથિત સદસ્યતા ના આધાર પર જાતિ ધર્મ અથવા જાતીયતા જેવા લોકો વિરુદ્ધ અપરાધિક કૃત્યોને 'હેટ ક્રાઇમ' ના તરીકે માનવામાં આવે છે. પહેલા 2016 અને 2017 માં, ઉત્તરપ્રદેશમાં નોંધાયેલા સૌથી વધુ ઘૃણિત ગુનાઓ રજીસ્ટર થયા હતા. આ વખતે પણ, અપરાધોની સંખ્યા ઉત્તરપ્રદેશની સૌથી વધુ છે. આમ છતાં, ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ અને બિહારમાં મોટી સંખ્યામાં અપરાધિક ઘટનાઓ નોંધાયેલી છે.

કર્ણાટકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હેત ક્રાઇમની સંખ્યામાં વધારો થયો છે. આ એમનેસ્ટી રિપોર્ટ એ સમયે આવ્યો હતો જ્યારે ગયા અઠવાડિયે બિડર જિલ્લાના ટોળાએ બાળકની ચોરીની અફવા પર 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરની હત્યા કરી હતી અને તેના ત્રણ સાથીઓને મારી ઘાયલ કર્યા હતા, તેમની હાલત ગંભીર કહેવામાં આવી રહી છે.

English summary
Hate crimes highest in UP, Gujarat second: Amnesty report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X