For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPમાં શામેલ થયા કંગનાની મા, કહ્યુ - પીએમે સુરક્ષા આપી જીત્યુ દિલ, હવે અમે ભાજપના થયા

બૉલિવુડની ક્વીન કંગના રનોતની મા આશા રનોતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપનો પાલવ પકડી લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડની ક્વીન કંગના રનોતની મા આશા રનોતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપનો પાલવ પકડી લીધો છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા બાદ આશા રનોતે કહ્યુ કે કંગના રનોત સાથે જે થયુ, ત્યારબાદ ભાજપમાં આવવુ જ પડ્યુ. વળી, આશા રનોતે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે. કંગનાની ઑફિસ પર બીએમસીની કાર્યવાહી બાદ તેની મા આશા રનોતે બુધવારે શિવસેના પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે તમે આજે મારી દીકરી કંગનાની ઑફિસ પર નહિ પરંતુ પોતાના પિતા બાલાસાહેબ ઠાકરેની આત્મા પર ઘા કર્યો છે.

શું કહ્યુ કંગનાની માએ

શું કહ્યુ કંગનાની માએ

કંગના રનોતની મા આશા કુમારીએ જણાવ્યુ કે તે પોતાની દીકરીની સુરક્ષા વિશે ચિંતિત હતી. તે એક કોંગ્રેસી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા પરંતુ જે અમારી સાતે કર્યુ તે સારુ નથી કર્યુ. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનુ છુ જેમણે વાય પ્લસ સુરક્ષા આપી. આશા કુમારી રનોતે કંગના રનોતના કાર્યાલયને તોડવા પર બીએમસી મુંબઈની કાર્યવાહીને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી અને આને કાયરતાપૂર્ણ કાર્યવાહી ગણાવી.

પોતાની દીકરી પર નાઝ છે

પોતાની દીકરી પર નાઝ છે

વળી, તેમણે કહ્યુ કે તેમને પોતાની દીકરી પર નાઝ છે અને તે કોઈ પણ સંજોગોમાં ખોટી નથી. વળી, બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતના સમર્થનમાં ભાજપ મંડળ સરકાઘાટના જિલ્લા અધ્યક્ષ દિલીપ ઠાકુરની આગેવાનીમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કંગના રનોતની ઑપિસ તોડવા અને તેને માનસિક રીતે ત્રાસ આપવાના આરોપમાં કંગના રનોતના પૈતૃક ગમ ભાંબલામાં પ્રદર્શન કર્યુ અને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી.

કંગના આખા ભારતની દીકરી છે

કંગના આખા ભારતની દીકરી છે

ભાજપ કાર્યકર્તાએ ભાંબલા ચોકથી કંગનાના ઘર સુધી પ્રદર્શન કર્યુ. જિલ્લા અધ્યક્ષ દિલીપ ઠાકુરે કહ્યુ કે કંગના જિલ્લા મંડી કે હિમાચલની જ દીકરી નથી તે આખા ભારતની દીકરી છે. અમે આ દીકરી સાથે દરેક સમયે ઉભા છે. મહારાષ્ટ્રની સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સ્પષ્ટ રીતે બદલાની ભાવના છે જેનો અમે પૂરજોરમાં વિરોધ કરીએ છીએ. કંગના રનોતની માતાને મળીને તેમને પૂરા સમર્થનનો ભરોસો આપ્યો.

કંગના રનોતના દાવા પર શરદ પવારે કર્યો કટાક્ષ - ઈચ્છા છે કે કોઈ મારા નામ પર....કંગના રનોતના દાવા પર શરદ પવારે કર્યો કટાક્ષ - ઈચ્છા છે કે કોઈ મારા નામ પર....

English summary
Kangana’s mother says family will support BJP now, thanks PM Modi-Amit Shah for support.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X