For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને 28 મહિના પછી લખનઉની જેલમાં કરવામાં આવ્યો મુક્ત, જાણો સમગ્ર મામલો

કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને લખનઉની જેલમાંથી 28 મહિના બાદ મુક્ત કરવામાં આવ્યો છે. તેના પર દેશદ્રોહ અને હિંસા ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

Kerala Journalist: છેલ્લા 28 મહિનાથી લખનઉની જેલમાં બંધ કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને આખરે મુક્ત કરી દેવામાં આવ્યો છે. તેની સામે આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે પરંતુ આજે તેને લખનઉ જેલમાં મુક્ત કરવામાં આવ્યો છે. કપ્પનની ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં એક દલિત મહિલાની કથિત રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી.

Journalist Siddique Kappan

તમને જણાવી દઈએ કે કપ્પપન અને અન્ય ત્રણ લોકો સામે પીએફઆઈ સાથે લિંક હોવાનો આરોપ છે. ભારતમાં પીએફઆઈ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કપ્પન અને અન્ય ત્રણ લોકો પર આરોપ છે કે આ લોકોએ હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી. ઉત્તર પ્રદેશના હાથરસ કાંડ બાદ હિંસા ભડકાવવા અને દેશદ્રોહના આરોપી સિદ્દીકી કપ્પનની ગુરુવારે સવારે જેલમાંથી મુક્તિ થઈ. શરતો સાથે જામીન મળ્યા બાદ એક મહિનાથી વધુ સમય પછી લખનઉની એક વિશેષ અદાલતે કપ્પનની મુક્તિના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

જેલમાંથી મુક્ત થયા પછી કપ્પને કહ્યુ કે હાથરસ રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. રિપોર્ટીંગ કરવુ એ ગુનો બની ગયો છે. મારે 28 મહિના જેલમાં રહેવુ પડ્યુ અને તે પછી પણ મને ન્યાય ન મળ્યો. 28 મહિનાના સંઘર્ષ બાદ આખરે હું બહાર આવ્યો છુ. હું ખુશ છુ. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે કપ્પનને જામીન આપ્યા હતા. પરંતુ કપ્પન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ હતો. ઈડીએ તેની સામે મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.

કપ્પનને શરૂઆતમાં રાજદ્રોહ અને યુએપીએ હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ જેલની સજા કરવામાં આવી હતી. બાદમાં ફેબ્રુઆરી 2022માં ઈડીએ તેની સામે મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. તેના પર પીએફઆઈ પાસેથી પૈસા લેવાનો પણ આરોપ છે. અલાહાબાદ હાઈકોર્ટે 23 ડિસેમ્બરે કપ્પનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. મની લૉન્ડ્રિંગ કેસમાં તેને કોર્ટમાંથી રાહત મળી છે. બુધવારે તેની સુરક્ષા અંગે કોર્ટમાં ખાતરી અપાયા બાદ કપ્પનને આજે મુક્ત કરવામાં આવ્યો હતો.

English summary
Kerala Journalist Siddique Kappan released from Lucknow Jail after 28 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X