For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોદીની રેલી, રાહુલ ગાંધી કેરળના પ્રવાસે

Live: મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોદીની રેલી, રાહુલ ગાંધી કેરળના પ્રવાસે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કા માટે પ્રચાર પર બ્રેક લાગી ગઈ છે. 18 એપ્રિલે 12 રાજ્યોની 96 સીટ પર બીજા તબક્કામાં મતદાન થશે. ઉત્તર પ્રદેશની 8 સીટ અલીગઢ, અમરોહા, બુલંદશહર, હાથરસ, મથુરા, આગરા, ફતેહપુર સીકરી, નગીના પર પણ કાલે મતદાન થશે. લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત આજે પીએમ મોદી મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસ પર રહેશે. મહારાષ્ટ્ર બાદ પીએમ ગુજરાત જશે. તેઓ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણઈ રેલીઓને સંબોધિત કરશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળમાં ચૂંટણઈ જનસભાઓને સંબોધિત કરશે.

gujarat

Newest First Oldest First
12:40 PM, 17 Apr

સોલાપુરમાં પીએમ મોદી- હવે સમજમાં આવ્યું કે શરદ રાવે મેદાન કેમ છોડી દીધું. શરદ રાવ પણ ખેલાડી છે, તેઓ હવાનો રુખ જાણી લે છે. તેઓ પોતાનું નકુસાન ક્યારેય નથી થવા દેતા
12:39 PM, 17 Apr

જે લોકો દિલ્હીમાં એર કંડીશન રૂમમાં બેસીને અંદાજો લગાવે છે તેમની ધરતીની સચ્ચાઈ ખબર નથી- સોલાપુરમાં બોલ્યા પીએમ મોદી
11:30 AM, 17 Apr

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરી કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નહિ લડે.
11:29 AM, 17 Apr

રાહુલ ગાંધીએ કેરળના થિરુનેલી મંદિરમાં કરી પૂજા, વાયનાડથી છે કોંગ્રેસના ઉમેદવાર
10:31 AM, 17 Apr

મહિલા રાજનેતાઓ વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવનાર અપમાનજનક ભાષા પર નિર્મલા સીતારમણે કહ્યું, અમે વિચારધારાઓમાં વાત કરવામાં દ્રઢ અને સખ્ત થઈ શકીએ છીએ, પરંતુ આપણે એક-બીજાનું સન્માન કરવું પડશે.
10:30 AM, 17 Apr

જો તમે યુદ્ધ જીતવા માંગો છો, તો યોગ્ય કે અયોગ્ય, લોકતાંત્રિક કે અલોકતાંત્રિક રીત જેવું કંઈ નથી હોતું- ટીએમસી ધારાસભ્ય રત્ના ઘોષ
9:27 AM, 17 Apr

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 18 એપ્રિલે 12 રાજ્યોની 96 સીટ પર મતદાન થશે.
9:27 AM, 17 Apr

અગાઉ 14 એપ્રિલ 2019ના રોજ ચૂંટણી પંચની ભલામણને સ્વીકારતા રાષ્ટ્રપતિએ તમિલનાડુની વેલ્લોર સંસદીય સીટ પર ચૂંટણઈને રદ્દ કરી દીધી.
9:27 AM, 17 Apr

આવકવેરા વિભાગની રેડને કનિમોઝીએ બિન-લોકતાંત્રિક અને જાણી જોઈને કરવામાં આવેલ દરોડા ગણાવ્યા.
9:27 AM, 17 Apr

ભાજપના અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં કરશે રેલી, ઠેંકનાલ અને કટકમાં રેલીઓ બાદ અમિત શાહ બાક્સી બાજારથી ચંડી મંદિર સુધી રોડ શો કરશે.
9:27 AM, 17 Apr

રાહુલ ગાંધી આજે કેરળના કોઝીકોડ, બંદુર અને પલક્કડમાં જનસભા કરશે.

English summary
Lok Sabha elections 2019 live updates: rahul gandhi pm narendra modi rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X