પંજાબઃ BSFએ ગુરદાસપુરમાં પાક. મહિલા ઘુસરણખોરને ઠાર મારી

Written By:
Subscribe to Oneindia News

પંજાબના ગુરદાસપુરમાં આતંકી ઘટના અને હિંસા ફેલાવવામા હેતુને નિષ્ફળ બનાવતાં બીએસએફ એ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે. આ બીએસએફની મોટી સફળતા કહેવાઇ રહી છે. આ ઘૂસણખોર 60 વર્ષની એક મહિલા હતી.

bsf

આ ઘટના સોમવાર સવારની છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આજે વહેલી સવારે ગુરદાસપુરની બરિયાલ પોસ્ટ પર બીએસએફ દ્વારા એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરાઇ હતી. બીએસએફ એ પોસ્ટના પિલર નંબર 15/3 પાસે આ મહિલાને ઠાર કરી હતી.

મહિલાની ઉંમર 60 વર્ષ

કહેવાઇ રહ્યું છે કે, આ મહિલાની ઉંમર લગભગ 60 વર્ષ હતી અને તે બોર્ડરથી લગભગ 60 મીટર દૂર હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસથી પાકિસ્તાન બોર્ડર પર સતત ગોળીબાર કરી રહ્યું છે.

હાલમાં જ જમ્મુ-કાશ્મીરના રજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાની નજીકના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબાર બાદ નૌશેરા સેક્ટરના સીમાવર્તી ગામોના 900થી વધુ લોકોએ પોતાનું સ્થાન છોડી બીજે જવાની ફરજ પડી હતી.

English summary
Punjab: Pakistani intruder shot dead BSF Gurdaspur.
Please Wait while comments are loading...