For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામદેવ ઈન્ટરનેશનલ લિમિટેડનો માલિક SBIને કરોડોનો ચૂનો લગાવી વિદેશ ફરાર

ભારતીય બેંકોના પૈસા હડપીને વિદેશ ભાગી જતા ઉદ્યોગપતિઓનો સિલસિલો ચાલુ જ છે. હવે 400 કરોડથી વધુનુ એક બેંક કૌભાંડ સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય બેંકોના પૈસા હડપીને વિદેશ ભાગી જતા ઉદ્યોગપતિઓનો સિલસિલો ચાલુ જ છે. હવે 400 કરોડથી વધુનુ એક બેંક કૌભાંડ સામે આવ્યુ છે. એસબીઆઈએ દિલ્લી સ્થિત બાસમતી ચાવલ નિકાસ કરતી એક ફર્મ સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે એસબીઆઈ અને બીજી બેંકોનુ આના પર 400 કરોડ રૂપિયાથી વધુનુ બાકી લેણુ છે. આ વ્યક્તિએ 6 બેંકો પાસેથી ઉધાર લીધા હતા અને વર્ષ 2016થી ગુમ છે. એસબીઆઈએ ફરિયાદ ત્યારે કરી જ્યારે તેના પૈસા પાછા ન મળ્યા કારણકે આરોપી પોતાની મોટાભાગની સંપત્તિ વેચીને ફરાર થઈ ગયો છે.

રામદેવ ઈન્ટરનેશનલને 2016માં જ એનપીએ ઘોષિત કરી દીધુ હતુ

રામદેવ ઈન્ટરનેશનલને 2016માં જ એનપીએ ઘોષિત કરી દીધુ હતુ

બાસમતી ચાવલ નિકાસ ફર્મ રામદેવ ઈન્ટરનેશનલને 2016માં જ એનપીએ ઘોષિત કરી દીધુ હતુ.આનો માલિક વિદેશ ભાગી ગયો છે પરંતુ એસબીઆઈએ ચાર વર્ષ બાદ આ વર્ષે 25 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. હવે સીબીઆઈ કેસની તપાસ કરી રહી છે. કંપનીએ નિર્દેશકો નરેશ કુમાર, સુરેશ કુમાર, સંગીતા અને અમુક અજ્ઞાતજનસેવકો પર જાલસાઝી અને છેતરપિંડી જેવા ઘણા આરોપોમાં કેસ નોંધ્યો છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની ફરિયાદ પર સીબીઆઈએ કંપનીના માલિક અને તેના ચાર નિર્દેશકો સામે કેસ નોંધી લીધો છે.

બેંકે ચાર વર્ષ બાદ ફરિયાદ નોંધાવી

બેંકે ચાર વર્ષ બાદ ફરિયાદ નોંધાવી

2018માં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ(એનસીએલટી)ના આદેશ અનુસાર એ જણાવવામાં આવ્યુ કે આ આરોપી દુબઈ ભાગી ગયા છે. કંપનીની લોનને 2016માં એક એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. બેંકે ચાર વર્ષ બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં એજન્સીને ફરિયાદ કરી. તેમની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યુ છે. એસબીઆઈની ફરિયાદમમાં કહેવામાં આવ્યુ છે કે હરિયાણા સ્થિત ઉક્ત કંપની પાસે કરનાલ જિલ્લામાં 3 રાઈસ મિલ અને 8 સૉર્ટિંગ અને ગ્રેડિંગ એકમો છે.

સંપત્તિ વેચીને થયો ફરાર

સંપત્તિ વેચીને થયો ફરાર

એક વિશેષ ઑડિટમાં માલુમ પડ્યુ છે કે ઉધારકર્તાઓએ ખાતામાં ગરબડ કરીને બેલેન્સ શીટને ઠગી લીધી અને બેંકના પૈસા ગેરકાયદેસર રીતે મેળવવા માટે મશીનરીનો અનધિકૃત રીતે હટાવ્યા છે. એસબીઆઈથી બેંકોને એક્ઝપોઝર 414 કરોજ રૂપિયાથી 173 કરોડ રૂપિયા, કેનેડા બેંકના 76 કરોડ રૂપિયા, યુનિયન બેંક ઑફ ઈન્ડિયાના 64 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાના 51 કરોડ રૂપિયા, કૉર્પોરેશન બેંકના 36 કરોડ રૂપિયા આઈડીબીઆઈ બેંકના 12 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ Vizag Gas Tragedy: એલજી પૉલિમરે માંગી માફી, પ્રભાવિતોની મદદ માટે બનાવી ટાસ્ટ ફોર્સઆ પણ વાંચોઃ Vizag Gas Tragedy: એલજી પૉલિમરે માંગી માફી, પ્રભાવિતોની મદદ માટે બનાવી ટાસ્ટ ફોર્સ

English summary
SBI lodges complaint against Delhi firm after 4 yrs, cheated a consortium of six banks of Rs 414 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X