For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશમાં 5 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે સ્કૂલો

આંધ્રપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે તે 5 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલશે.

|
Google Oneindia Gujarati News

કોરોના કાળમાં શિક્ષણ સંસ્થઓ ખોલવી સૌથી મોટો પડકાર છે. મહિનાઓથી તમામ સ્કૂલ, વિશ્વવિદ્યાલયો બંધ પડ્યા છે. આ દરમિયાન આંધ્રપ્રદેશ સરકાર સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહી છે. આંધ્રપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે તે 5 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલશે. જો કે આના પર અંતિમ નિર્ણય એ વખતની સ્થિતિને જોતા લેવામાં આવશે. મીડિયાને સંબોધિત કરતા શિક્ષણમંત્રી અદિમુલાપુ સુરેશે પત્રકારોને જણાવ્યુ કે સરકારે સ્કૂલો ખોલવા માટે 5 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે પરંતુ આના પર અંતિમ નિર્ણય એ તારીખ આવવા પર સમયની સ્થિતિને જોતા લેવામાં આવશે.

ysr

શિક્ષણ મંત્રીએ કહ્યુ કે જ્યાં સુધી સ્કૂલ ખુલી ન જાય, મિડ ડે મીલની જગ્યુઆએ છાત્રોને કોરુ રાશન આપવામાં આવશે. છાત્રોને ઘરમાં રાશન પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યુ કે આગલા સત્રથી પ્રી પ્રાઈમરી શિક્ષણ એટલે કે એલકેજી અને યુકેજીની પણ શરૂઆત સ્કૂલોમાં કરવામાં આવશે. સાથે જ આંધ્રપ્રદેશ EAMCET, JEE, IIITની તૈયારી માટે કોચિંગની શરૂઆત પણ કરવામાં આવશે. જિલ્લા સ્તરે એક જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના પદનુ સર્જન કરવામાં આવશે જેનાથી રાજ્યમાં શિક્ષણનુ સ્તર ઉઠી શકે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને ફરીથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ કાલે બેઠક કરી હતી. બેઠક બાદ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો.

શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે બે જિલ્લા સ્તરના ડાયરેક્ટર રેન્જ પદનુ સર્જન કરવામાં આવે જેનાથી સરકારી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમ શિક્ષણને લાગુ કરી શકાય અને મિડ ડે મીલની વ્યવસ્થાને સારી કરી શકાય. આ ઉપરાંત મુખ્યમંત્રીએ નિર્દશ આપ્યા કે દરેક મંડળમાં એક સરકારી જૂનિયર કૉલેજની સ્થાપના કરવામાં આવે.

કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિકોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
Schools wil open from 5 september in Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X