For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના-ભાજપની ગઠબંધનની ઘોષણા, ટૂંક સમયમાં સીટ વહેંચણી અંગે નિર્ણય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ ભાજપ-શિવસેનાએ ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. જોકે, કઈ પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની જાહેરાત હજુ થઇ નથી.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ ભાજપ-શિવસેનાએ ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. જોકે, કઈ પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની જાહેરાત હજુ થઇ નથી. પાર્ટી તરફથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેઠક શેરિંગના એક નવા ફોર્મ્યુલાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. સૂત્રો અનુસાર શિવસેના 124 બેઠકો અને ભાજપ 146 બેઠકો પર ચૂંટણી લડશે. 18 બેઠકો સહયોગી આપી શકાય છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે.

Shiv Sena-BJP alliance

શિવસેના અને ભાજપે સોમવારે સાંજે જારી કરેલા એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષથી રાજ્યને સફળતાપૂર્વક ચલાવ્યા પછી, મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રને નવી ઉંચાઈઓ પર લઇ જશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય પ્રધાનો રામદાસ અઠાવલે અને અન્ય સહયોગી પક્ષના નેતાઓએ સોમવારે આગામી લોકસભાની ચૂંટણી એકસાથે ચૂંટણી લડવા સહમતી જતાવી છે.

પત્રમાં મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને શિવસેનાના નેતા અને રાજ્યના મંત્રી સુભાષ દેસાઈના હસ્તાક્ષર છે. પરંતુ આ પત્રમાં હજુ સુધી બેઠકો વહેંચવા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ભાજપ-શિવસેના ગઠબંધન બેઠકો વહેંચશે. તે દરમિયાન, વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત નિવેદન દ્વારા બેઠક વહેંચણીની જાહેરાત કરશે.

આ અગાઉ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ચૂંટણી સભાને સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે તેઓ મુંબઈની વરલી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. જણાવી દઈએ કે આ પહેલીવાર થશે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ વ્યક્તિ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે શિવસેના અગાઉ અડધી-અડધી બેઠકો પર ઉમેદવારો ઉભા કરવા મક્કમ હતી. પાર્ટીના અનેક નેતાઓએ પણ આ વિશે નિવેદનો આપ્યા હતા. તેમનો ફોર્મ્યુલા એ હતો કે 135 બેઠકો પર ભાજપ અને 135 બેઠકો પર શિવસેના તેમના ઉમેદવારો ઉતારે. બાકીની 18 બેઠકો અન્ય પક્ષોને આપવામાં આવે.

આ પણ વાંચો: Haryana Assembly Elections 2019: ભાજપે 78 ઉમેદવારોની યાદી જાહેર કરી, અહીં લડશે સીએમ ખટ્ટર

English summary
Shiv Sena-BJP alliance announced, decision on seat sharing soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X