For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે માન્યુ સુશાંત સિંહ હશે બિહાર ચૂંટણીનો મુદ્દો

સુશાંત સિંહ રાજપૂત બિહાર ચૂંટણીમાં મુદ્દો છે. આ વાત મોટાપાયે ભાજપે માની લીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત બિહાર ચૂંટણીમાં મુદ્દો છે. આ વાત મોટાપાયે ભાજપે માની લીધી છે. અમિત શાહે કહ્યુ કે સુશાંત સિંહ ચૂંટણી મુદ્દો એટલા માટે છે કારણકે સમય રહેતા સીબીઆઈ તપાસની માંગ માનવામાં આવી નહોતી. આ પહેલા 5 ડિસેમ્બરે જ ભાજપે એક પોસ્ટર જારી કર્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ - ના ભૂલીશુ ના ભૂલવા દઈશુ. અમિત શાહનુ નિવેદન સીબીઆઈના એ નિવેદનના બે દિવસ બાદ આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે સુશાંત સિંહ રાજપૂતની તપાસ હજુ પૂરી થઈ નથી.

Amit shah

સીબીઆઈ તપાસ દરમિયાન જ એઈમ્સનો એ રિપોર્ટ આવ્યો હતો જેમાં સુશાંત સિંહના મોત કેસમાં કોઈ પ્રકારનુ ખોટુ થવાની સંભાવના ફગાવી દેવામાં આવી હતી. એવામાં સીબીઆઈ સુશાંત સિંહના મોત કેસમાં આત્મહત્યાની થિયરીને કયા આધારે બદલશે તેના પર બધાની નજર છે. એવામાં એક વાત નક્કી છે કે 7 નવેમ્બરે પહેલા એટલે કે અંતિમ તબક્કામાં મતદાન પૂરુ થવા સુધી સુશાંત સિંહ રાજપૂતનો મુદ્દો જીવતો રહેશે.

સુશાંત સિંહ રાજપૂતના મુદ્દાને જીવતો રાખવાની જરૂર નિશ્ચિત રીતે એનડીએ એટલે કે મહાગઠબંધનને નથી. આનુ એક કારણ એ છે કે મહારાષ્ટ્રમાં મહાગઠબંધનમાં શામેલ કોંગ્રેસ અને ભાજપ વિરોધી દળોની સરકાર છે. સુશાંત કેસને બિહારનો સવાલ બનાવીને રજૂ કરવાના રાજકારણ પાછળ બિન ભાજપી દળોને દોષ દેવો અને તેને ચૂંટણીમાં લાવવાનુ માનવામાં આવી રહ્યુ છે. પરંતુ સવાલ એ છે કે સુશાંત કેસમાં ડીજીપી રહેલા ગુપ્તેશ્વર પાંડેએ જે રીતે સુશાંતને ન્યાય અપાવવાનુ બીડુ ઝડપ્યુ હતુ અને રાજકારણમાં ઝંપલાવ્યુ તેને જોતા જેડીયુએ ગુપ્તેશ્વર પાંડેને ચૂંટણી મેદાનમાં કેમ ન ઉતાર્યા? જ્યારે બક્સરથી ચૂંટણી લડવાની વાત ખુદ ગુપ્તેશ્વર પાંડે કરી ચૂક્યા હતા.

શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર પણ હિંસક મુહિમ શરૂ કરશે RSS: ઓવૈસીશ્રીકૃષ્ણ જન્મભૂમિ પર પણ હિંસક મુહિમ શરૂ કરશે RSS: ઓવૈસી

English summary
Sushant singh rajput to be an issue in Bihar assembly elections 2020 says Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X