દાર્જિલિંગ હિંસા પરમમતાએ કહ્યું, ક્યાંથી મળ્યા હથિયાર?

Posted By:
Subscribe to Oneindia News

કોલકત્તા- પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જીની સરકાર દ્વારા દસમી ક્લાસ સુધી બંગાળી અનિવાર્ય કરવામાં આવતા શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ગોરખા જનમુક્તિ મોર્ચાએ સરકારના આ નિર્ણય પર નેપાળી ઓળખ અને સંસ્કૃતિ વિરોધી ગણાવી તેનો વિરોધ કર્યો છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ બંધની જાહેરાત કરતા રાજ્ય સરકારે તેના તમામ સરકારી કર્મચારીઓને જો તે રજા પર રહ્યા તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાર્જિલિંગમાં લોકોને ગોરખા જનમુક્તિ મોર્ચાના નેતાઓની વાતો પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.

mamata

મમતાએ કહ્યું

જો કે શનિવારે ફરી એક વાર મમતા મીડિયા સામે આવી હતી. અને કહ્યું હતું કે લોકો કોર્ટની વાત પણ નથી સાંભળતા. ખબર નહીં તેમને ક્યાંથી સમર્થન મળે છે. મમતાએ કહ્યું કે 5 વર્ષ સુધી કોઇ વાંધો નહતો અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હિંસા શરૂ થઇ ગઇ છે. મમતાએ તે પણ આરોપ લગાવ્યો કે અચાનક જ લોકો પાસે ગેરકાનૂની હથિયાર અને પૈસા આવી જાય છે સમજાતું નથી કે આ કેવી રીતે થાય છે. તેણે કહ્યું કે હું વાત કરવા તૈયાર છું પણ સંવિધાનનું ઉલ્લંધનનું સમર્થન નહીં કરું.

ષડયંત્ર

મમતા કહ્યું કે આ બધુ તેમની વિરુદ્ધ એક ચાલ છે. આ બધા હથિયારો એક દિવસમાં એકત્ર કરવા અશક્ય છે. આ અંગે લાંબા સમયથી તૈયારી થઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ વિવાદના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં અટવાયા છે. અને સ્થિતિને સામાન્ય કરવા માટે અહીં સેના પણ બોલવવી પડી હતી.

English summary
West Bengal Cm mamata banerjee comments on darjeeling tension,
Please Wait while comments are loading...