For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હા, અમે માર્યો હતો ભારતીય કેપ્ટન સૌરભ કાલિયાને: પાક સૈનિક

|
Google Oneindia Gujarati News

sourabh kalia
નવી દિલ્હી, 31 જુલાઇ : પાકિસ્તાનનું જુઠ્ઠાણું એકવાર ફરી પોત પોકાર્યું છે. એક પાકિસ્તાની સૈનિકનું કહેવું છે કે શહીદ કેપ્ટન સૌરભ કાલિયાની હત્યા પાકિસ્તાની સૈનિકોએ કરી હતી. યૂટ્યુબ પર એક વીડિયોમાં એ બતાવવામાં આવ્યું છે કે 1999માં કારગિલ યુદ્ધ પહેલા ભારતીય સેનાના કેપ્ટન સૌરવ કાલિયા અને પાંચ બીજા ભારતીય જવાનોની હત્યા કઇ રીતે થઇ.

યૂટ્યુબના વીડિયોમાં પાકિસ્તાનના એક સૈનિકે આખી ઘટનાનું વર્ણન કર્યું છે. વીડિયોમાં પાકિસ્તાન સેનાના એક જવાને પોતે કબૂલ્યું કે હા તેમની કંપનીના કેપ્ટન કાલિયા અને સાથિયોને માર્યા હતા જ્યારે પાકિસ્તાન અત્યાર સુધી કહેતુ આવ્યું છે કે તેમના સૈનિકોએ તેમના કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથિયોને નથી માર્યા બલકે પાકિસ્તાની ફોઝને તેમનમાં મૃતદેહો એક ખાઇમાં પડેલા મળ્યા હતા. કેપ્ટન કાલિયાના પિતા આ વીડિયોને પુરાવા તરીકે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાના છે.

વીડિયોમાં પાકિસ્તાન આર્મીનો આ જવાન કારગિલ યુદ્ધમાં કેપ્ટન કાલિયા અને તેમના છ સાથીઓની કરપીણ હત્યા કરવાની વાત કબૂલી છે. વીડિયો દ્વારા પાકિસ્તાનની તમામ પોલ ખુલી ગઇ છે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સેના સામેલ ન્હોતી. કારગિલ યુદ્ધ દરમિયાન 13 મે 1999ના રોજ કેપ્ટન કાલિયા અને તેમના સાથીઓ શહીદ થયા હતા.

13 મે 1999ના રોજ પહેલીવાર કેપ્ટન કાલિયા અને પાકિસ્તાની સેનાનો આમનો સામનો થયો હતો પરંતુ પાકિસ્તાન આ વાતનો આજ દિન સુધી ઇનકાર કરતુ આવ્યું છે. હવે આ વીડિયોના પગલે ભારત સરકાર પાસે પાકિસ્તાન સામે એક મોટો પુરાવો હાથ લાગ્યો છે, પરંતુ ભારત સરકાર આ મુદ્દે કોઇ એક્શન લેશે કે નહીં તે એક પ્રશ્ન છે.

English summary
Pakistan may have denied for long that Captain Saurabh Kalia, and five of his platoon members, were tortured and killed by its soldiers during the Kargil War of 1999, but a video that surfaced on the web has nailed the lie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X