For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ ગરીબોની મજાક ઉડાવી છે, માફી માંગે: અજય માકન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: ગરીબી રેખાના મુદ્દે કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આકરો કર્યો છે. કોંગ્રેસ મીડિયા સેલના હેડ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અજય માકને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગરીબોની મજાક ઉડાવી છે. એટલા માટે નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશની ગરીબ જનતા પાસે માંગવી જોઇએ.

અજય માકને સોમવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'ગરીબી રેખાથે નીચેના લોકોના અંદાજ પર જે નવું બીપીએલ સર્કુલર આવ્યું છે, તે ગરીબોની સાથે મજાક છે, તેના માટે નરેન્દ્ર મોદીએ માફી માંગવી જોઇએ.' અજય માકને એમપણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રવિવારે મેરઠ રેલીમાં ગુજરાત વિશે જે આંકડા રજૂ કરવામાં આવ્યા તે પણ ખોટા છે.'

ajay-maken

અજય માકને નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે 'તમારી પરિભાષા અનુસાર 10 રૂપિયા 80 પૈસા ગરીબો સાથે મજાક નથી. અને તે સંદર્ભમાં હું તમને જણાવવા માંગું છું કે તે સમયે અને તે પહેલાં પણ કોંગ્રેસ વિશે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની કોઇ એવી યોજના નથી, જેને બીપીએલની સાથે જોડીને જોવી જોઇએ. બધી યોજના સાથે તેને ડીલિંક કરી દેવામાં આવી છે.

એક પ્રશ્નના જવાબમાં અજય માકને કહ્યું હતું કે 'અમે 32 રૂપિયાને પણ ડિફેંડ કરી રહ્યાં નથી. અમે તો એમ કહી રહ્યાં છીએ કે 32 અને 11 બંને યોગ્ય નથી. જ્યારે રાઇટ ટૂ ફૂડ સિક્યોરિટી બિલ આવી ગયું છે. ત્યારે આ બંને આંકડા બેમાની છે. હવે રાજ્ય સરકારોને નક્કીક કરવાનું છે.

English summary
The Congress party on Monday sharpened its attack on Gujarat chief minister Narendra Modi over the revised definition of Below Poverty Line (BPL) in the state saying that it mocks the poor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X