For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનંદા પુષ્કરની લાશ હોટલમાંથી મળી આવી, આજે પોસ્ટમોર્ટમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું મોત નિપજ્યું છે. તેમની લાશ દક્ષિણી દિલ્હી લીલા હોટલના એક રૂમમાંથી મળી આવી છે. કહેવામાં આવે છે કે સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી છે. રૂમ નંબર 345માંથી તેમની લાશ મળી આવી છે. તો બીજી તરફ પત્ની સુનંદા પુષ્કરની મોત બાદ તણાવગ્રસ્ત કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસ નેતા શશિ થરૂરની તબિયત ખરાબ થઇ ગઇ છે અને તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મોડી રાત્રે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની લાશનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું મોત શુક્રવારે સાંજે થયું હતું. તેમની લાશ દક્ષિણે દિલ્હી સ્થિત લીલા હોટલના એક રૂમમાંથી મળી આવી હતી. કહેવામાં આવે છે કે સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી છે. રૂમ નંબર 345માંથી તેમની લાશ મળી આવી છે. શશિ થરૂર કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી છે. સીબીઆઇને ફોરેન્સિક ટીમ પણ હોટલ પહોંચી તપાસ કરી રહી છે. કહેવામાં આવે છે કે રૂમ નંબર 342 પણ બુક કરાવવામાં આવ્યો હતો, જો કે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને રૂમમાંથી સુસાઇટ નોટ મળી નથી. કેસ તપાસ એસડીએમ કરશે.

કહેવામાં આવે છે કે મંત્રીના અંગત સચિવ અભિનવ કુમારે રાત્રે લગભગ નવ વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ત્યારબાદ સરોજિની નગર પોલીસ મથકના પોલીસકર્મી દક્ષિણ દિલ્હી સ્થિત આ હોટલમાં પહોંચ્યા. સુનંદા પુષ્કરના મોત કયા કારણોથી થયું છે તેની ખબર પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે. પોલીસ હોટલના કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને પુછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ પોલીસે શશિ થરૂરને પ્રાથમિક પૂછપરછ પણ કરી છે. રૂમ નંબર 345 હોટલના ત્રીજા માળે છે. ત્રીજા માળને પોલીસે સીલ કરી દિધો છે.

sunanda-pushkar

પોલીસના સૂત્રોએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે 52 વર્ષીય સુનંદા પુષ્કરની મોત આત્મહત્યાનો કેસ હોય શકે છે. દિલ્હી પોલીસ પ્રવક્તા રાજન ભગતે જણાવ્યું હતું કે આ વિસ્તારના ડિવીઝનલ મેજિસ્ટ્રેટે તપાસ શરૂ કરી દિધી છે. લગ્નના સાત વર્ષની અંદર કોઇપણ મોતના કેસની તપાસ કાયદાકીય રીતે સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવી અનિવાર્ય છે.

કુમારે હોટલમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે શશિ થરૂર અને સુનંદા પુષ્કરના ઘરમાં કેટલાક કલરકામ વગેરેનું કામ ચાલુ હોવાના લીધે બંને ગુરૂવારથી હોટલમાં રોકાયા હતા તથા શશિ થરૂર આખો દિવસ એઆઇસીસીની બેઠકમાં ભાગ લેવા માટે ગયા હતા. તેમને જણાવ્યું હતું કે જ્યારે શશિ થરૂર રાત્રે લગભગ સાડા આઠ વાગે હોટલ પહોંચ્યા તો તેમને પોતાના સુઇટનો દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો. તે સામાન્ય રીતે સુતેલી જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ ખબર પડી કે તે મૃત્યું પામી છે.

સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી છે અથવા પ્રકરણમાં બીજું કંઇ છે, આ અંગે પોલીસનું કહેવું છે કે અત્યારે આ અંગે કંઇ કહી ના શકાય. પોલીસે હોટલમાં સીસીટીવી ફૂટેજ એકઠા કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે સુનંદા પુષ્કરને કોણ કોણ મળવા આવ્યું હતું. સુનંદા પુષ્કરની બોડી લેંગ્વેજ શું હતી. કુમારે જણાવ્યું હતું કે સુનંદા પુષ્કર ગુરૂવાર સવારે હોટલ પહોંચી હતી. સુનંદા પુષ્કરની લાશ પથારી પરથી મળી આવી હતી. પોલીસે રૂમને સીલ કરી દિધો છે અને ફોરેન્સિક પુરાવા એકઠી કરી રહી છે. આ દરમિયાન પાકિસ્તાની પત્રકાર મેહર તરારે ટ્વિટ કર્યું છે, 'ઓહ માઇ ગૉડ!'

સુનંદા પુષ્કર અને શશિ થરૂરના લગ્ન 2010માં થયા હતા. બંનેના આ ત્રીજા લગ્ન હતા. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઇ છે અને કેસની તપાસમાં જોડાઇ ગઇ છે. પોલીસનું કહેવું છે કે સુનંદાનું મોત કર્યા કારણોથી થઇ છે, તે અંગે અત્યારે કંઇ કહી શકાય નહી. પોલીસે અત્યારે આ મુદ્દે મૌન સાધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના પતિ (શશિ થરૂર)નું એક પાકિસ્તાની મહિલા પત્રકાર સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેયર છે.

એક દૈનિક સમાચાર પત્ર સાથે વાતચીત કરતાં સુનંદા પુષ્કરે કહ્યું હતું કે તે શશિ થરૂર પાસેથી છુટાછેડા લેવા માંગે છે. સુનંદા પુષ્કરનું આ નિવેદન તે સમયે સામે આવ્યું, જ્યારે શશિ થરૂરે દાવો કર્યો કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક વિવાદિત ટ્વિટને બુધવારે સાંજે આ એકાઉન્ટના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી. જેથી તેમના ફોલોવર્સ હેરાન થઇ ગયા હતા. આ ટ્વિટમાં એક પાકિસ્તાની પતરકાર મેહર તરાર સંબંધિત હતી. હેક કર્યા બાદ આ એકાઉન્ટ પરથી એક પાકિસ્તાની પત્રકારને કંઇક ખોટા મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા. આ મેસેજોથી સોશિયલ મીડિયામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જો કે ત્યારબાદ સુનંદા પુષ્કર અને શશિ થરૂરે કહ્યું હતું કે તેમના વચ્ચે કોઇપણ પ્રકારના મતભેદ નથી અને બંનેએ મીડિયા સાથે તેમની પ્રાઇવેસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.

English summary
Sunanda Pushkar Tharoor, wife of union minister Shashi Tharoor, was found dead at the five-star The Leela Palace Hotel in Delhi on Friday evening, two days after she said she was deeply disturbed by an alleged affair her husband was having with a Pakistani journalist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X