For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 દિવસે ચાર્જસીટ, 7 દિવસ ટ્રાયલ અને 64 સાક્ષીઓ, આવી રીતે શક્ય બન્યો ન્યાયિક ઈતિહાસનો ચોથો સૌથી ઝડપી ચુકાદો!

ગુજરાતના સૌથી અમીર શહેર સુરતમાં ગુનેગારો પણ સૌથી આગળ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેનારા નરાધમને અદાલતે મોતની સજા ફટકારી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : ગુજરાતના સૌથી અમીર શહેર સુરતમાં ગુનેગારો પણ સૌથી આગળ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેનારા નરાધમને અદાલતે મોતની સજા ફટકારી છે. આ નરાધમની ક્રુરતાને પગલે એક માસૂમ બાળકી અને તેના પરિવારને મોટી તકલીફોમાંથી પસાર થવુ પડ્યું છે. હાલ તો અદાલતે આ આરોપીને મોતની સજાનું ફરમાન કર્યુ છે પરંતુ પીડિત પરિવારની પીડા તેનાથી ઓછી થઈ શકે તેમ નથી. બીજી તરફ આ મામલે સુરત પોલીસ કમિશનરે આ મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી.

પુરાવાઓએ મહત્વનો ભાગ ભજવ્યો

પુરાવાઓએ મહત્વનો ભાગ ભજવ્યો

મીડિયા સાથે વાત કરતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, બાળકી ગાયબ થયા બાદ 5 નવેમ્બરે બાળકીની લાશ ઝાડીઓમાંથી મળી આવી હતી, બાળકીનું પોસ્ટમોર્ટમમાં ગળુ દબાવી હત્યા કરી હોવાનો ખૂલાશો થયો હતો. આરોપીઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા. આરોપીઓની ચાલના આધારે આરોપીઓની ઓળખ થઈ હતી. પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે પુરાવાઓએ મોટો ફાળો આપ્યો હતો. તે ઉપરાંત દિવાળી હોવા છત્તા પણ પોલીસ જવાનોએ મોટી મહેનત કરીને પુરાવા એકઠા કર્યા હતા.

33 માં દિવસે ચુકાદો

33 માં દિવસે ચુકાદો

આ ઘટના 4 નવેમ્બરે ઘટી હતી, આરોપી બાળકીને પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરીને વડોદ પાસે ઝાડી વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેને દુષ્કર્મ આચરી બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. બાળકી ગુમ થયા બાદ તરત પોલીસ એક્શનમાં આવી હતી અને 2 દિવસમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પકડાયા બાદ પોલીસે 8 દિવસમાં ચાર્જસીટ ફાઈલ કરી હતી. ચાર્જસીટ બાદ 7 દિવસના ટ્રાયલમાં 42 સાક્ષીઓને તપાસીને કોર્ટે ફેંસલો સંભળાવ્યો હતો.

ન્યાયિક ઈતિહાસનો ચોથો ઝડપી ચુકાદો

ન્યાયિક ઈતિહાસનો ચોથો ઝડપી ચુકાદો

સુરત દુષ્કર્મ-હત્યા કેસનો ચુકાદો ન્યાયિક ઈતિહાશનો ચોથો ઝડપી ચુકાદો છે. આ પહેલા મધ્યપ્રદેશના ઘાટિયામાં કિશોર દ્રારા બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે માત્ર 24 કલાકમાં ચુકાદો સંભળાવતા બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ હરિયાણાના ગુરૂગ્રામમાં 8 વર્ષની બાળકી પર બે કિશોરોએ દુષ્કર્મ આચરવાના કેસમાં 3 દિવસમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ આરોપીઓને જુવેનાઈલ હોવાથી સુધાર ગૃહ મોકલાયા હતા. આ સિવાય ત્રીજો ચુકાદો મધ્યપ્રદેશના દતિયાનો છે. અહીં 6 વર્ષની બાળકી પર 24 વર્ષીય શખ્સે દુષ્કર્મ આચરતા કોર્ટે તેને ત્રણ જ દિવસમાં આજીવન કેસની સજા ફટકારી હતી. જે બાદ આજે સુરતની પોક્સો કોર્ટે આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો.

English summary
8 days of chargesheets, 7 days of trials and 64 witnesses, thus making possible the fourth fastest judgment in judicial history!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X