For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેક રીટર્ન કેસમાં બેંક કર્મચારીને બે વર્ષની કેદની સજા!

ગુજરાતમાં દિવસે દિવસે રૂપિયાની લેવડ દેવડ સાથે જોડાયેલા ગુનાઓ સતત વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં વેપાર-ઉદ્યોગો સતત વધી રહ્યા છે ત્યારે આવા કિસ્સાઓ વેપારીઓ માટે મુશ્કેલી સમાન બની રહે છે.

By Desks
|
Google Oneindia Gujarati News

સુરત : ગુજરાતમાં દિવસે દિવસે રૂપિયાની લેવડ દેવડ સાથે જોડાયેલા ગુનાઓ સતત વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં વેપાર-ઉદ્યોગો સતત વધી રહ્યા છે ત્યારે આવા કિસ્સાઓ વેપારીઓ માટે મુશ્કેલી સમાન બની રહે છે. આવા જ એક કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. ચેક રિટર્ન કેસમાં આરોપી બેંક કર્મચારીને કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને તેને બે વર્ષની જેલ અને 22 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

judgement

કેસ મુજબ, પીપલોદ સારસ્વતનગરમાં રહેતા પ્રકાશ પાંડુરંગ શિંદેએ એડવોકેટ ડી.એ.પટેલ મારફત કોર્ટમાં પનાસગામમાં રહેતા બેંક કર્મચારી કિરણ જયપ્રકાશ સાવંત સામે ફરિયાદ કરી હતી. આરોપ મુજબ કિરણે પ્રકાશ પાસેથી બિઝનેસ માટે 11 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જ્યારે પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે તેણે ચેક લખીને આપ્યો, જે બેંકમાંથી રિટર્ન થયો. ટ્રાયલ દરમિયાન, ફરિયાદી પક્ષ આરોપો સાબિત કરવામાં સફળ રહ્યો હતો. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી કિરણ સાવંતને દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની જેલ અને 22 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આર્થિક વ્યવહારો સાથે જોડાયેલા ગુનાઓ વધી રહ્યા છે ત્યારે આવા ચુકાદાઓ રાહત સમાન સાબિત થાય છે.

English summary
Bank employee sentenced to two years imprisonment in check return case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X