For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ કાયદાનો ચીફ અલ જવાહિરી ડ્રોન હુમલામાં ઠાર મરાયો, રાષ્ટ્રપતિ જો બાઈડેને કરી પુષ્ટિ

અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-જવાહિરીનુ ઠાર મરાયો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-જવાહિરી ઠાર મરાયો છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ સમાચારની પુષ્ટિ કરી છે. તાલિબાને ટ્વીટ કરીને લખ્યુ છે કે 31મી જુલાઈએ કાબુલ શહેરના શેરપુર વિસ્તારમાં એક ઘર પર એર સ્ટ્રાઈક કરવામાં આવી . આ હુમલાનુ સ્વરૂપ શું હતુ તે શરૂઆતમાં સ્પષ્ટ થયુ નહોતુ. પ્રારંભિક માહિતીમાં એવુ બહાર આવ્યુ છે કે આ સ્ટ્રાઈક અમેરિકન ડ્રોન દ્વારા કરવામાં આવી હતી. મુજાહિદે કહ્યુ કે અમે અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાત પર આ સ્ટ્રાઈકની કડક નિંદા કરીએ છીએ. તે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અને દોહા કરારનુ સીધુ ઉલ્લંઘન છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ અલ જવાહિરીના મોતની પુષ્ટિ કરી છે.

al zawahiri

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનુ કહેવુ છે કે કાબુલમાં થયેલા હવાઈ હુમલામાં અલ-કાયદાનો નેતા અયમાન અલ-જવાહિરી માર્યો ગયો છે. ન્યાય કરવામાં આવ્યો છે, ભલે ગમે તેટલો સમય લાગે, તમે ગમે ત્યાં છુપાઈ જાઓ, જો તમે અમારા લોકો માટે ખતરો છો તો અમેરિકા તમને શોધીને ખતમ કરશે. તમને જણાવી દઈએ કે અલ જવાહિરી 71 વર્ષનો હતો. ઓસામા બિન લાદેનના મોતના 11 વર્ષ બાદ અલ-જવાહિરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. બંને આતંકવાદીઓને અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધા છે. અલ જવાહિરીએ એક સમયે ઓસામા બિન લાદેન માટે ડૉક્ટર તરીકે પણ કામ કર્યુ હતુ.

પાકિસ્તાનના જલાલાબાદમાં અમેરિકી સુરક્ષા દળો દ્વારા બિન લાદેનને ઠાર મરાયા ગયા બાદ તેની જગ્યા અલ-જવાહિરીએ લીધી હતી. 7 ઓગસ્ટ 1998ના રોજ તેણે નૈરોબી, કેન્યા, દાર એસ સલામ, તાંગાનિકા, આફ્રિકામાં યુએસ દૂતાવાસ પર બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા જેમાં 12 અમેરિકનો સહિત 224 લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓમાં 4500થી વધુ લોકો ઘાયલ થયા હતા.

લાંબા સમયથી અલ-જવાહિરી ક્યાં છુપાયેલો હતો તે એક રહસ્ય હતુ. એવી પણ અફવા હતી કે અલ-જવાહિરીનુ 2020માં હિમારીથી મૃત્યુ પામ્યો હતો. પરંતુ તાજેતરના અહેવાલમાં યુએસ વિશ્લેષકોએ પુષ્ટિ કરી કે જવાહિરી અફઘાનિસ્તાનમાં રહે છે અને આઝાદ ફરી રહ્યો છે. અલ જવાહિરી જીવિત હોવાના પુરાવા એક વીડિયો મેસેજમાં મળ્યા હતા. રિપોર્ટમાં અલ-કાયદાની વધતી શક્તિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકાએ જવાહિરી પર 25 મિલિયન ડોલરનુ ઇનામ રાખ્યુ હતુ.

English summary
Al Queda chief Al Zawahiri death confirm Taliban and US president Joe Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X