For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ટાર્કટિકમાં 10 ગણી વધારે ઝડપથી બરફ પીગળી રહ્યો છે

|
Google Oneindia Gujarati News

antarctic
લંડન, 15 એપ્રિલ : ગરમીના મોસમમાં એન્ટાર્કટિકમાં બરફ પીગળવાની પ્રક્રિયા આજથી 600 વર્ષ પહેલાની તુલનામાં 10 ગણી વધારે ઝડપી બની છે. એક નવી અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે 20મી સદીના મધ્ય બાદ બરફ પીગળવાની ઝડપ અત્યારે સૌથી વધારે છે.

નેચર જીયોસાયન્સ પત્રિકામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર એન્ટાર્કટિકમાં ગરમીઓમાં બરફ 10 ગણી વધારે ઝડપથી પીગળી રહી છે. તે 20મી સદીની મધ્ય બાદ વધેલી ઝડપમાં સૌથી વધારે છે. ગરમીઓમાં બરફ પીગળવાથી એન્ટાર્કટિકમાં બરફની પટ્ટીઓ અને ગ્લેશિયરોની સ્થિરતા પ્રભાવિત થાય છે.

વર્ષ 2008માં બ્રિટન અને ફ્રાન્સના એક સંયુક્ત વૈજ્ઞાનિક દળેઆ વિસ્તારમાં પહેલાના તાપમાનોનું અનુમાન મેળવવા માટે એન્ટાર્કટિક ટાપુમાં ઉત્તરી કિનારાની પાસે જેમ્સ રૉસ ટાપુથી 364 મીટર લાંબી બરફની પરતમાં કાણું પડી ગયું છે.

વિજ્ઞાનીઓએ શોધ કરી છે કે બરફની પરતથી આ વિસ્તારમાં બરફ પીગળવાથી લઇને નવા અને અત્યાર સુધી નહીં બહાર આવેલા તથ્યોની ભાળ મળી શકશે. પીગળતા બરફના અભ્યાસથી વૈજ્ઞાનિકો પાછલા 1000 વર્ષમાં તાપમાનમાં થયેલા પરિવર્તનથી બરફ પીગળવા સાથેના સંબંધને વધારે સારી રીતે સમજવામાં સફળ થયા છે.

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી અને બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેક્ષણ (બીએએસ)ની ટીમના મુખ્ય શોધકર્તા ડૉ નેરીલી અબ્રમે જણાવ્યું કે "અમને ખબર પડી છે કે લગભગ 600 વર્ષ પહેલા એન્ટાર્કટિક ખંડ સૌથી ઠંડો હતો. ત્યારે ગરમીઓમાં સૌથી ઓછી બરફ પીગળતી હતી. અબ્રમે જણાવ્યું કે "એન્ટાર્કટિક ખંડ હવે એટલો ગરમ થઇ ચૂક્યો છે કે તાપમાનમાં થોડા પણ વધારાને કારણે ગરમીઓમાં બરફ ઓગળવાની ઝડપ વધી શકે છે."

English summary
Antarctic : this time ice melting is 10 times faster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X