પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને આવ્યો હૃદયનો હુમલો, હોસ્પિટલમાં દાખલ

Posted By:
Subscribe to Oneindia News

ઇસ્લામાબાદ, 2 જાન્યુઆરી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને હૃદયનો હુમલો આવ્યો છે. તેમને રાવલપિંડીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સારવાર માટે પાકિસ્તાનથી બહાર પણ મોકલી શકાય છે. તેઓ કોર્ટમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમને આ હૃદયનો હુમલો આવ્યો હતો. તેમને હોસ્પિટલના ક્રિટિકલ કેયર યૂનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમને વિશેષ કોર્ટમાં હાજરી આપવા જવાનું હતું, જ્યા તેમની પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટમાં હાજર થવા માટે જતી વખતે આ પૂર્વ સેના પ્રમુખની તબિયત અચાનક લથડી જતા તેમને રાવલપિંડીના આર્મ્ડ ફોર્સેઝ ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી લઇ જવામાં આવ્યા.

pervez musharraf
કોર્ટે મુશર્રફને બુધવારે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો અને ચેતાવણી આપી હતી કે આવું નહી કરવા પર તેમની સામે ધરપકડ માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. મુશર્રફ 10 દિવસની અવધિમાં બુધવારના રોજ બીજીવાર ત્રણ સભ્યોવાળી ખાસ કોર્ટમાં હાજરી આપવામાં નિષ્ફળ રહ્યા છે. જેના પગલે આ મામલાની સુનાવણી એક મહિના માટે ટાળી દેવામાં આવી છે.

પાકિસ્તાનની સરકારે પૂર્વ સેનાધ્યક્ષ પર દેશના સંવિધાનને સસ્પેન્ડ કરવા, રદ કરવા અને દેશમાં અશાંતિ ફેલાવવા માટે તથા 2007માં રાષ્ટ્રમાં ઇમરજન્સી લાગૂ કરવા માટે અને સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધિશોની ધરપકડ કરવા માટે તેમની પર રાજદ્રોહનો આરોપ લગાવ્યો છે. કાયદાના નિષ્ણાંતોનું કહેવું છે કે મુશર્રફને મૃત્યુદંડ અથવા જનમટીપની સજા થઇ શકે છે.

English summary
Pakistan's former military ruler Pervez Musharraf has been taken to hospital with a suspected heart problem on his way to court for his treason trial.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.