For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાએ ફેસબુકની પેરંટ કંપની Metaને આતંકવાદી સંગઠનોની લિસ્ટમાં મુકી, FBપર પણ મુક્યો પ્રતિબંધ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યાં છેકે વ્લાદિમિર પુતિને ફેસબુકની પેરંટ કંપની મેટાને આતંકવાદી સંગઠનોની યાદીમાં મુક્યું છે. આ પહેલા પણ રશિયાએ ફેસબુક પર દેશની વિરૂદ્ધ દુષ્પ

|
Google Oneindia Gujarati News

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યાં છેકે વ્લાદિમિર પુતિને ફેસબુકની પેરંટ કંપની મેટાને આતંકવાદી સંગઠનોની યાદીમાં મુક્યું છે. આ પહેલા પણ રશિયાએ ફેસબુક પર દેશની વિરૂદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેણે ફેસબુક પર પૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો.

ફેસબુક પર પ્રતિબંધ મુકી ચુક્યું છે રશિયા

ફેસબુક પર પ્રતિબંધ મુકી ચુક્યું છે રશિયા

રશિયન સરકારની સેન્સરશીપ એજન્સી રોસ્કોમનાડઝોરે 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા પછી ફેસબુક પર રશિયન મીડિયા પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ રાખવાનો આરોપ મૂક્યો હતો. માર્ચમાં નિયમનકારે દાવો કર્યો હતો કે ફેસબુકે અનેક રાજ્ય-સંબંધિત મીડિયા આઉટલેટ્સના એકાઉન્ટ્સની એક્સેસને પ્રતિબંધિત કરીને સંઘીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ પગલાને રશિયા અગાઉ ફેસબુક પર લાદવામાં આવેલી મર્યાદાઓથી આગળ વધવાના પ્રતીક તરીકે જોવામાં આવ્યું હતું અને રશિયાએ હવે મેટાને તેના 'આતંકવાદી અને ઉગ્રવાદીઓ'ની યાદીમાં મૂક્યું છે.

મેટાના વૈશ્વિક અધ્યક્ષે જતાવી હતી ચિંતા

મેટાના વૈશ્વિક અધ્યક્ષે જતાવી હતી ચિંતા

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના વૈશ્વિક બાબતોના અધ્યક્ષ નિક ક્લેગે માર્ચમાં જણાવ્યું હતું કે "લાખો રશિયનો ટૂંક સમયમાં જ વિશ્વાસપાત્ર માહિતીથી દૂર થઈ જશે અને કુટુંબ અને મિત્રો સાથે જોડાવા માટેની તેમની રોજિંદી રીતોથી અલગ થઈ જશે." રશિયાએ આ પગલું ભર્યું એ સમયે ઉઠાવ્યુ હતુ જ્યારે ફેસબુકે રશિયન ન્યૂઝ ચેનલો આરટી અને સ્પુટનિક પર પ્રતિબંધ મૂક્યો હતો.

4 માર્ચે કરાઇ પ્રતિબંધિત

4 માર્ચે કરાઇ પ્રતિબંધિત

4 માર્ચે ફેસબુક સહિત ઘણી મીડિયા વેબસાઇટ્સ ડાઉન થઈ ગઈ હતી. તે જ સમયે, યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ પરંપરાગત અને સોશિયલ મીડિયા બંને પર તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે અને રશિયા પશ્ચિમી દેશોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના શબ્દો દબાવવાનો આરોપ છે.

English summary
Russia has put Facebook's parent company Meta on list of terrorist organizations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X